નવી દિલ્હી,તા.20.એપ્રિલ,2023 : ગૃહ યુધ્ધનો શિકાર બનેલા આફ્રિકન દેશ સુડાનમાં ભારતીય નાગરિકોની સુરક્ષા ભારત સરકાર માટે ચિંતાનો વિષય બની રહી છે.સુડાનમાં સ્થિતિ ગંભીર છે.અહીંયા 4000 જેટલા ભારતીય નાગરિકો ફસાયા હોવાનો અંદાજ છે.વિદેશ મંત્રી એસ જયશંકરે સુડાનની સ્થિતિનો તાગ મેળવવા માટે સાઉદી અરબ,યુએઈના વિદેશ મંત્રીઓ સાથે ચર્ચા કરી છે.
સુદાનની આર્મી અને પેરા મિલિટરી ફોર્સીસ વચ્ચે ગયા સપ્તાહથી શરુ થયેલા જંગમાં 270 લોકો માર્યા ગયા છે.બીજી તરફ ભારત સરકાર અહીં રહેતા ભારતીયોને સલામત રીતે પાછા લાવી શકાય તે નિશ્ચિત કરવા માંગે છે.ભારત સુડાનમાં આવેલી પોતાની એમ્બેસી પર સતત નજર રાખી રહ્યુ છે.વિદેશ મંત્રાલય દ્વારા એક કંટ્રોલ રુમ પણ બનાવવામાં આવ્યો છે.ભારત સરકાર અમેરિકા,બ્રિટેન,સાઉદી અરબ અને યુએઈ સરકાર સાથે સતત સંપર્કમાં છે.કારણકે આ ચારે દેશોનો સુડાનમાં મહત્વનો રોલ છે.
ભારતનુ વિદેશ મંત્રાલય સુડાનમાં રહેતા ભારતીયોને પહેલા જ ઘરબની બહાર નહીં નિકળવા માટેની એડવાઈઝરી આપી ચુકયુ છે.આ સંઘર્ષમાં એક ભારતીય નાગરિકનુ ગોળી વાગવાથી મોત થઈ ચુકયુ છે.એક અંદાજ મુજબ 4000 જેટલા ભારતીય લોકો અત્યારે સુડાનમાં ફસાયેલા છે.
2021માં સુડાનમાં સત્તા પલટો થયો હતો અને સેનાએ સત્તા પર કબ્જો જમાવ્યો છે.સત્તા પર નિયંત્રણ માટે પેરા મિલિટરી ફોર્સીસના એક જૂથ અને સુડાની સેના વચ્ચે જંગ જારી છે.


