ભાજપ પ્રદેશ પ્રમુખ અને સાંસદ સીઆર પાટીલનો આજે સુરખાઈ ખાતે ‘સરપંચ સંવાદ’ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં નવસારી,વલસાડ અને ડાંગ જિલ્લાના સરપંચો ઉપસ્થિત રહ્યાં હતા.જોકે કાર્યક્રમ દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ અને સાંસદ સીઆર પાટીલ જનમેદની વચ્ચે માસ્ક વગર જોવા મળ્યા હતા તો બીજી તરફ સરપંચો પણ સોશિયલ ડિસ્ટન્સના નિયમો નેવે મુકી પાટીલ સાથે ફોટો ખેંચાવવા પડાપડી કરી રહ્યાં હતા.
જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે.સરપંચો સાથેના પાટીલના સંવાદ કાર્યક્રમમાં નવસારી જિલ્લા પ્રમુખ ભુરાભાઇ શાહ,વલસાડ જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારા,ડાંગ જિલ્લા પ્રમુખ દશરથભાઈ પવાર,રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડો. રાજુલબેન દેસાઈ,પ્રદેશ મંત્રી શીતલબેન સોની તેમજ ધારાસભ્યો સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.


