નવી દિલ્હી : પંજાબ કોંગ્રેસના દિગ્ગજ નેતા સુનિલ જાખડને કોંગ્રેસ પાર્ટીને દરેક પદોથી દૂર કરવામાં આવ્યા છે.અનુશાસન સમિતિની ભલામણોને લીધે પક્ષપ્રમુખ સોનિયા ગાંધીએ પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વપ્રમુખ સુનિલ જાખડ વિરૂદ્ધ પગલા લીધા છે આ ઉપરાંત કેરલના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કે.વી. થોમસને પણ દરેક પદો પરથી દૂર કરાયા છે.કોંગ્રેસ હાઇકમાન્ડે (CPI (M) દ્વારા આયોજિત એક સેમિનારમાં ભાગ લેવાનો ઇન્કાર કરાયો હતો છતાં તેઓ ગયા હતા તેમના આ પગલાને પક્ષ વિરોધી પગલું માનવામાં આવે છે તેથી તેમની ઉપર અનુશાસન દંડ પ્રહાર કરાયો છે જ્યારે બલરામ જાખડે પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલાં કહ્યું હતું કે, તેમને એટલા માટે મુખ્યમંત્રી પદ માટે પસંદ કરાયા ન હતા કારણ કે તેઓ હિન્દૂ છે.એટલું જ નહીં પરંતુ તેમણે ચરણજિત સિંહ ચન્ની વિરૂદ્ધ પણ નિવેદનો આપ્યા હતા.આથી હાઇકમાન્ડે તેમની સામે પણ પગલા લેવાની માંગણી કરી હતી.
આ પછી સાથે તેમને પણ પક્ષમાંથી દૂર કરવાની માંગણી કરી હતી.પરંતુ પક્ષ પ્રમુખ સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, તેઓ બંને પક્ષના વરિષ્ઠ નેતાઓ છે તેઓએ પક્ષનું કામ પણ કર્યું છે તેથી તેઓને પક્ષમાંથી દૂર ન કરાય તેઓને તેમના પદ ઉપરથી દૂર કરવા એટલું જ બસ છે.બીજી તરફ મેઘાલયમાં પણ ૫ વિધાયકો ઉપર અનુશાસન ભંગનો દંડ તોળાઈ રહ્યો છે.અનુશાસન સમિતિ (ડીસીપ્લીનરી કમિટી)ના સભ્ય તારક અન્વરે કહ્યું હતું કે, સુનિલ જાખડ અને કે.વી. થોમસની વરિષ્ઠતા ધ્યાનમાં રાખીને તેમની ઉપર કઠોર પગલા લેવામાં આવ્યા ન હતા પરંતુ મેઘાલયના પાંચ વિધાયકોને ત્રણ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા છે.આ વિધાયકો ઉપર આક્ષેપ છે કે, રાજ્ય વિધાનસભાની ચૂંટણી સમયે તેમણે ભાજપને સહાય કરી હતી.