નવી દિલ્હી : કૉન્ગ્રેસમાંથી રાજીનામું આપનાર પંજાબના વરિષ્ઠ નેતા સુનીલ જાખડ ગઈ કાલે બીજેપીમાં સામેલ થઈ ગયા હતા.ગઈ કાલે દિલ્હીમાં બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની હાજરીમાં તેણે પક્ષમાં પ્રવેશ કર્યો હતો.તેમણે કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસ સાથે મારો સંબંધ ૫૦ વર્ષ જૂનો છે.મારી ત્રણ પેઢી કૉન્ગ્રેસમાં રહી હતી.મેં અંગત સ્વાર્થ માટે પક્ષને તોડવાનું કામ નથી કર્યું.મારો કોઈની સાથે અંગત ઝઘડો નથી.’

