ન્યુ દિલ્હી,તા.૨૧
સુપ્રીમ કોર્ટે હિન્દુઓના લઘુમતી દરજ્જા માટે દાખલ કરેલી અરજીની સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. અરજી કર્તા અશ્વિની ઉપાધ્યાયની દલીલ હતી કે દેશના નવ રાજયોમાં હિંદુ લઘુમતિઓ છે અને તેમને ત્યાં લઘુમતિઓના નક્કી કરાયેલા કોઈ લાભ મળતા નથી. ત્યાંની મોટાભાગની વસ્તી તમામ લાભ લે છે, પરંતુ સુપ્રીમ કોર્ટે આ કેસમાં દખલગીરી કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે અરજદારોએ પોતાનો મુદ્દો હાઇકોર્ટમાં મૂકવો જોઈએ.
વકિલ અને બીજેપી નેતા અશ્વિની ઉપાધ્યાયની દલીલ હતી કે લદ્દાખમાં હિંદુની વસ્તી ૧ ટકા છે. મિજોરમમાં ૨.૭૫ ટકા, લક્ષ્યદ્વીપમાં ૨.૭૭ ટકા, કાશ્મીરમાં ૪ ટકા, નાગાલેંડમાં ૮.૭૪ ટકા, મેઘાલયમમાં ટકા, અરુણાચલ પ્રદેશમાં ૨૯.૨૪ ટકા, પંજાબમાં ૩૮.૪૯ અને મણીપૂરમાં ૪૧.૨૯ ટકા હિન્દુ વસ્તી છે. પરંતું સરકારી યોજનાઓને લાગૂ કરતા સમયે તેમને લઘુમતિઓ માટે નક્કી કરાયેલ કોઈ લાભ મળતો નથી.
આ પિટિશનમાં ૨૦૦૨ના ટીએમએ પાઇ વિ કર્ણાટક કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને પણ ટાંકવામાં આવ્યો હતો. ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, કોઈપણ ક્ષેત્રમાં જે લોકોની સંખ્યા ઓછી છે તેમને તેમના ધર્મ અને સંસ્કૃતિના રક્ષણ માટે બંધારણની કલમ ૩૦ (૧) હેઠળ શાળાઓ અને કોલેજો ખોલવાનો અધિકાર છે. ઉપાધ્યાયે કહ્યું કે હિન્દુઓને જે રીતે સમગ્ર દેશમાં લઘુમતી સંચાલિત શાળા અથવા મદરેસા ખોલવાની પરવાનગી મળવી જોઈએ, તે રીતે નવ રાજ્યોમાં હિન્દુઓને પણ આવી પરવાનગી મળવી જોઈએ. આ શાળાઓને વિશેષ સરકારી રક્ષણ મળવું જોઈએ.
સુપ્રિમ કોર્ટે હિન્દુઓના લઘુમતી દરજજો માટે દાખલ કરેલી અરજી પર સુનાવણીથી ઇન્કાર
Leave a Comment