By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુપ્રીમનો કેન્દ્ર સરકારને સવાલ- વેક્સીનની કિંમતોમાં આટલો તફાવત કેમ?
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > સુપ્રીમનો કેન્દ્ર સરકારને સવાલ- વેક્સીનની કિંમતોમાં આટલો તફાવત કેમ?
GeneralNational

સુપ્રીમનો કેન્દ્ર સરકારને સવાલ- વેક્સીનની કિંમતોમાં આટલો તફાવત કેમ?

HM News
Last updated: 28/04/2021 9:04 AM
HM News
4 years ago
Share
SHARE

હાલના દિવસોમાં અદાલતો સરકારોને ખૂબ ફટકાર લગાવી રહી છે.જ્યાં એક તરફ દિલ્હી હાઈકોર્ટે આમ આદમી પાર્ટીની સરકારની ખૂબ ખબર લીધી તો સુપ્રીમ કોર્ટે પણ કહ્યું કે આ સ્થિતિને મૂક દર્શક બની જોઇ શકાય નહીં.તો બીજી બાજુ બોમ્બે હાઈકોર્ટનો કેન્દ્ર સરકારને સવાલ છે કે, કોઈ એક વ્યક્તિ(ભાજપા સાંસદ) ભલે કઇ રીતે રેમડેસિવીર જેવી દવા મેન્યુફેક્ચરર પાસેથી સીધી ખરીદીને તેને વહેંચી શકે છે? સાથે જ સુપ્રીમ કોર્ટ કેન્દ્રને એ સમજાવવાનું કહી રહ્યા છે કે આખરે કોવિડ વેક્સીનોની કિંમતોમાં આટલો તફાવત શા માટે છે.એ પણ પૂછ્યું કે 1લી મેથી જ્યારે 18 થી 45 વર્ષની ઉંમરના લોકો વેક્સીન લેવા આવશે તો તેના માટે શું યોજના બનાવી છે.તો ગુજરાત હાઈકોર્ટે ત્યાંની રાજ્ય સરકારને ફટકારતા કહ્યું કે, તમારું સોગંદનામુ હકીકત જણાવવાને બદલે સ્થિતિની ગુલાબી તસવીર રજૂ કરી રહ્યું છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું- અધિકારોનો ઉપયોગ આ સંકટના સમયમાં નહીં કરશો તો ક્યારે કરશો?

દેશની સર્વોચ્ચ અદાલતે વેક્સીનના ભાવોના તફાવતને લઇ પોતે જ સુઓ મોટો ઉઠાવી લીધો અને મોદી સરકારને પૂછ્યું કે, આ ભાવોમાં જે તફાવત છે તેનો આધાર શું છે.જસ્ટિસ ચંદ્રચૂડ, જસ્ટિસ રવિન્દ્ર ભટ અને નાગેશ્વર રાવની બેંચે સરકાર પાસેથી આ વાતનું સોગંદનામું માગ્યું છે.જો વેક્સીન નિર્માતાઓ જુદી જુદી કિંમતો રજૂ કરી રહ્યા છે તો આખરે સરકાર શું કરી રહી છે.સુપ્રીમ કોર્ટે ડ્રગ્સ કંટ્ર્રોલ એક્ટ હેઠળ સરકારને હાંસલ અધિકારોને યાદ અપાવ્યા અને કહ્યું કે આ અધિકારોનો ઉપયોગ આ સંકટના સમયમાં નહીં કરશો તો ક્યારે કરશો?

ગુજરાત હાઈકોર્ટઃ હકીકતના સ્થાને તમે મીઠી મીઠી વાતો કરી છે

20 એપ્રિલના રોજ જે આદેશ બહાર પાડવામાં આવ્યો હતો તેના આધારે ગુજરાત સરકારે હાઈકોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યું. કોર્ટે તેને વાંચીને નાખુશતા વ્યક્ત કરી અને કહ્યું કે, હકીકતના સ્થાને તમે મીઠી મીઠી વાતો કરી છે.ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને રેમડેસિવીર વિતરણ પોલિસીને લઇ પૂછ્યું હતું.જોકે, મંગળવારે મુખ્ય મુદ્દો ખાનગી એમ્બ્યુલન્સમાં સરકારી હોસ્પિટલ જનારા દર્દીઓને પાછા મોકલવાને લઇ હતો.ફરિયાદ હતી કે, સરકારી હોસ્પિટલો માત્ર સરકારી એમ્બ્યુલન્સથી લાવવામાં આવેલા દર્દીઓને જ દાખલ કરે છે અને ખાનગીવાળાઓને પરત કરી દે છે.ગુજરાત હાઈકોર્ટે રાજ્યની રૂપાણી સરકારને ફટકાર લગાવી છે કે ડૉક્ટર કોઈ દર્દીને એમ્બ્યુલન્સના આધારે ના પાડી શકે નહીં.તો બોમ્બે હાઈકોર્ટમાં પાંચ ખેડૂતોની માગ હતી કે અહમદનગરથી ભાજપા સાંસદ ડૉ. સુજય વિખે સામે કેસ દાખલ કરવામાં આવે.આ ખેડૂતોનો સવાલ હતો કે સાંસદ આખરે કઇ રીતે દિલ્હીમાં રેમડેસિવીરના 10,000 ઈન્જેક્શન સીધી રીતે ખરીદી શક્યા અને તેને અહીં ચાર્ટર્ડ વિમાન દ્વારા લાવી મહારાષ્ટ્રમાં વહેંચી શક્યા.

અદાલતે આ જ સવાલ કેન્દ્ર સરકારને પૂછી લીધો કે આખરે આવું કઇ રીતે થઇ રહ્યું છે. આના પર જ્યારે અસિસ્ટેંટ સોલિસિટર જનરલે કહ્યું કે, આ વાતો તો ન્યૂઝ-રિપોર્ટમાં કહેવામાં આવી છે તો કોર્ટે તેની વાત કાપીને કહ્યું કે, સાસંદે પોતે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે તે દવા લઇ આવ્યા છે.મધ્ય પ્રદેશ હાઈકોર્ટ કેન્દ્ર સરકારને જણાવી રહ્યા છે કે, ઓક્સિજનની સુનિશ્ચિત સપ્લાઇ કરવી તમારો ધર્મ છે. ઉત્તર પ્રદેશ કે અન્ય કોઇ રાજ્ય સપ્લાઇને રોકી શકે નહીં.

બલેશ્વરના અવધ સાંગ્રીલામાં દારૂની મહેફિલ માણતા 25 નબીરાઓ ઝડપાયા પોલીસની રેડ સામે શંકા
સોશ્યલ મીડિયામાં વિચિત્ર કંકોત્રી વાયરલ : લગ્નમાં નોંધપાત્ર રકમ અને મોંઘી ભેટ આપશે તો જ સારૂ જમવાનું મળશે
કયા-કયા મહત્વના ચુકાદા આપ્યા છે ભાવિ ચીફ જસ્ટિસ યુ યુ લલિતે, જાણો
ભ્રષ્ટાચારની આશંકા, શું પોતાના પતિની IT કંપનીને મોટો કોન્ટ્રાક્ટ આપવાની તૈયારીમાં હતા જયંતિ રવિ ?
‘હિંદુ મહાપંચાયત’માં ભડકાઉ નિવેદન આપવા બદલ યતિ નરસિંહાનંદ સામે ફરિયાદ નોંધાઈ
Share This Article
Facebook Email Print
Previous Article નફ્ફટાઈ ! પરિવારે ઇમર્જન્સીમાં રેમડેસિવિર ઇન્જેક્શન માંગ્યા , CMO બોલ્યા- હવે માંગણી કરી તો જેલ મોકલી દઇશ
Next Article કોરોના સંકટ સમયે સિંગાપુરે ઓક્સિજન ભરેલા બે વિમાન મોકલ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up