રાજ્યસભાની ચૂંટણીને આડે હવે બે જ દિવસ બાકી રહ્યા છે ત્યારે ચૂંટણી ખૂબ જ રસપ્રદ બને તેવા એંધાણ સર્જાયા છે.એક-એક મત માટે ભાજપ અને કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.દેવભૂમિ દ્વારકા બેઠક પર ગુજરાત હાઇકોર્ટ એક ભાજપના ધારાસભ્ય પબુભા માણેકનું ધારાસભ્ય પદ કર્યું હતું તે મુદ્દે સુપ્રીમ કોર્ટે તેની માંગ ફગાવી દીધી છે જેના પગલે હવે રાજ્યસભાની ચૂંટણીમાં પબુભા માણેક મતદાન નહીં કરી શકે જેના કારણે ભાજપને છેલ્લી ઘડીએ ઝટકો વાગ્યો છે.
સૂત્રોના મતે, રાજ્યસભાની ચૂંટણી ૧૯મી જૂને યોજાનાર છે ભાજપના ઇશારે અત્યાર સુધી કોંગ્રેસના આઠ ધારાસભ્યો રાજીનામું આપી ચૂક્યા છે અને જેના કારણે કોંગ્રેસનું સંખ્યાબળ હવે માત્ર ૬૫ નું જ રહ્યું છે.આ સંજોગોમાં કોંગ્રેસ એનસીપી અને બીટીબીના મતો ઉપર દરોમદાર રાખીને બેઠું છે.અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ કોંગ્રેસને મત આપવા જાહેરાત કરી ચુક્યા છે હવે જ્યારે એક એક મતની કિંમત અંકાઈ રહી છે ત્યારે રાજ્યસભાની ચૂંટણીને છેલ્લી ઘડીએ ભાજપને આંચકો લાગ્યો છે કેમ કે રાજ્યસભાની ચૂંટણીમાં મતદાનને લઈને સુપ્રીમ કોર્ટે પબુભાની સ્ટેની માગ ફગાવી દીધી છે.
ઉલ્લેખનીય છે કે,ગુજરાત હાઈકોર્ટે પબુભા માણેકનું ધારાસભ્ય પદ રદ કર્યું હતું.પબુભાએ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન સ્ટેની માગ કરી હતી. ભાજપ પાસે ધારાસભ્યોનું સંખ્યા પણ ૧૦૩ જરૂર છે પણ રાજ્યસભાની ચૂંટણી મતદાન પર કોઇ અસર થશે નહીં.જો સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી હોત તો ભાજપને એક મતનો ફાયદો થયો હોત.સુપ્રીમકોર્ટના પાડતા ભાજપની બાજી ઊંધી વળી છે.
જો સુપ્રીમ કોર્ટ દ્વારા પબુભા માણેકને રાહત આપવામાં આવી હોત તો તેઓ રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરી શકત અને તેનાથી ભાજપના ધારાસભ્યનું સંખ્યાબળ 104 પર પહોંચી જાત પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા પણ ધારાસભ્ય પબુભા માણેકને ગેરલાયક ઠેરવતાં ભાજપને પણ મોટો ફટકો પડયો છે.ભાજપની પાસે હાલ 103 ધારાસભ્યો છે અને તેમના 3 ઉમેદવારને જીતાડવા માટે 105ની જરૂર છે.તો બીજી તરફ કોંગ્રેસના બંને ઉમેદવારને જીતાડવા માટે 70 મતોની જરૂર છે પરંતુ કોંગ્રેસ પાસે હાલ 65 અને NCPનો એક મત આમ કુલ મળી 66 ધારાસભ્યોનો સપોર્ટ છે. કોંગ્રેસના 2 ઉમેદવારોને જીતવા માટે તેને હજુ 4 મતની જરૂર છે અને ભાજપના 3 ઉમેદવારોને જીતવા માટે 2 મતની જરૂર છે.