વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણને સુપ્રીમ કોર્ટથી રાહત મળી છે.સુપ્રિમ કોર્ટે પ્રશાંત ભૂષણ સામે ગુજરાત પોલીસની કાર્યવાહી પર પ્રતિબંધ મૂક્યો છે.તેમજ પોલીસને નોટિસ આપી બે અઠવાડિયાથી જવાબ માંગવામાં આવ્યો છે.સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળ્યા બાદ હવે ગુજરાત પોલીસ પ્રશાંત ભૂષણની ધરપકડ કરશે નહીં.સૈન્યના નિવૃત્ત સૈનિક જયદેવ જોશીની ફરિયાદના આધારે ગુજરાતના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં વકીલ પ્રશાંત ભૂષણ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
ગુજરાત પોલીસ પ્રશાંત ભૂષણની ધરપકડ કરશે નહીં
એફઆઈઆરમાં તે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા અને સરકારના આદેશો પર બિનજરૂરી ટિપ્પણી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. નોંધનીય છે કે પ્રશાંત ભૂષણે ટિ્વટ કર્યું હતું કે જ્યારે દબાણપૂર્વક લોકડાઉનના કારણે દેશને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે,ત્યારે સરકાર દૂરદર્શન પર રામાયણ અને મહાભારત સિરીયલોનું પ્રસારણ કરી લોકોને અફીણ ખવડાવડાવી રહી છે.
ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા અને સરકારના આદેશો પર બિનજરૂરી ટિપ્પણી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો
પોલીસે આ ટિપ્પણી સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.દરમિયાન પ્રશાંત ભૂષણે ગુજરાતમાં દાખલ એફઆઈઆર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી,જેની સુનાવણી આજે થઈ હતી.સુપ્રિમ કોર્ટે પ્રશાંત ભૂષણને રાહત આપતા ગુજરાત પોલીસને નોટિસ ફટકારી છે.ગુજરાત પોલીસે બે અઠવાડિયામાં નોટિસનો જવાબ આપવાનો રહેશે.ત્યારબાદ કેસની સુનાવણી કરવામાં આવશે.