નવી દિલ્હી, 25 એપ્રિલ 2022,સોમવાર : સર્વોચ્ચ અદાલતે દિલ્હીમાં સરોજિની નગરમા લગભગ 200 જેટલી ઝુંપડપટ્ટીને પાડવાના પ્રસ્તાવ પર એક અઠવાડિયા માટે રોક લગાવી દીધી છે.ન્યાયમુર્તિ કે એમ જોસફ અને ન્યાયમુર્તિ ઋશિકેશ રૉયની બેન્ચે ઝુંપડપટ્ટી નિવાસી બાલિકા વૈશાલી તરફથી આવેલા વકીલની દલિલો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતુ.વૈશાલીની ધોરણ 10 ની બોર્ડ પરીક્ષા 26 એપ્રિલથી શરુ થઇ રહી છે, જેથી વૈશાલીએ બેન્ચ સમક્ષ કહ્યું કે,“જેમની પાસે રહેવા માટે બીજી કોઇ જગ્યા પણ નથી તે હજારો લોકો બેઘર થઇ જશે.”બેન્ચે કહ્યું કે, સુનાવણીની આગામી તારીખ સુધી કોઈ પગલું ન ભરવું જોઈએ. બેન્ચે આ મામલાની આગામી સુનાવણીની તારીખ 2 મે નક્કી કરી છે.દિલ્હી હાઈકોર્ટ દ્વારા ઝૂંપડપટ્ટીઓ તોડી પાડવાના મુદ્દે લાદવામાં આવેલ વચગાળાનો સ્ટે સોમવારે સમાપ્ત થઈ રહ્યો છે.સુપ્રીમ કોર્ટે અધિકારીઓને સાંભળ્યા વિના મુલતવી લંબાવવાનો ઇનકાર કર્યો હતો.4 એપ્રિલે કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયે ઝુંપડપટ્ટીના તમામ રહેવાસીઓને એક સપ્તાહની અંદર જગ્યા ખાલી કરવા માટે નોટિસ પાઠવી હતી.અન્ય એક ચુકાદામાં, સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું કે, દેશભરમાં રાજ્ય સરકારે આ ગેરકાયદે વસાહતોની રચનાને રોકવા માટે એક વ્યાપક કાર્ય યોજના સાથે આવવું પડશે.જસ્ટિસ એલ નાગેશ્વર રાવ અને બીઆર ગવઈની બેન્ચે આ મામલે સિનિયર વકીલ ગોપાલ શંકરનારાયણનને એમિકસ ક્યુરી તરીકે નિયુક્ત કર્યા અને તેમને સૂચવવા કહ્યું કે,સરકાર ગેરકાયદે વસાહતોના બાંધકામને રોકવા માટે શું કરી શકે છે.