By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુબ્રમણ્યમ સ્વામીની ટ્વીટ- PMOના ભરોસે બેસી ન રહેવાય,કોરોના સામેની લડાઈની જવાબદારી ગડકરીને સોંપે PM, કારણ પણ આપ્યું
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > સુબ્રમણ્યમ સ્વામીની ટ્વીટ- PMOના ભરોસે બેસી ન રહેવાય,કોરોના સામેની લડાઈની જવાબદારી ગડકરીને સોંપે PM, કારણ પણ આપ્યું
GeneralNational

સુબ્રમણ્યમ સ્વામીની ટ્વીટ- PMOના ભરોસે બેસી ન રહેવાય,કોરોના સામેની લડાઈની જવાબદારી ગડકરીને સોંપે PM, કારણ પણ આપ્યું

HM News
Last updated: 05/05/2021 10:14 AM
HM News
4 years ago
Share
SHARE

– કોરોના સંકટનો સામનો કરવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફ્રેમવર્કની સખત જરૂર જેમાં નીતિન ગડકરીએ પોતાની જાતને સાબિત કરી છેઃ સ્વામી

નવી દિલ્હી, તા. 5 મે : ભારત હાલ કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે જે દેશભરમાં તબાહી મચાવી રહી છે.દેશના વિવિધ ક્ષેત્રમાંથી દરરોજ નવા નવા મૃતકઆંક સામે આવી રહ્યા છે.આ બધા વચ્ચે સતત કોઈ આકરા પગલા ભરવાની વિનંતી પણ થઈ રહી છે.ત્યારે રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ હવે એક નવી ચર્ચાને જન્મ આપ્યો છે.

સુબ્રમણ્યમ સ્વામીએ બુધવારે સવારે ટ્વીટ કરીને વડાપ્રધાનને વિનંતી કરી હતી કે, કોરોના સામે લડવાની જવાબદારી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને સોંપી દેવામાં આવે.તેમણે લખ્યું હતું કે, જે રીતે ભારતે ઈસ્લામિક અને બ્રિટિશ ઘૂસણખોરોનો સામનો કર્યો તેવી જ રીતે કોરોનાનો મુકાબલો પણ કરી લેશે.જો આપણે જરૂરી પગલા નહીં ભરીએ તો આપણે વધુ એક લહેરનો સામનો કરવો પડી શકે છે,જે બાળકોને ટાર્ગેટ કરશે.આ સંજોગોમાં વડાપ્રધાન મોદીએ આ લડાઈની જવાબદારી નીતિન ગડકરીને સોંપવી જોઈએ.પીએમઓ પર નિર્ભર રહેવું બેકાર છે.

ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વામીની આ ટ્વીટથી સોશિયલ મીડિયામાં એક નવી ચર્ચાએ જન્મ લીધો છે અને બધા પોતપોતાના તર્ક રજૂ કરી રહ્યા છે.એક વ્યક્તિએ સ્વામીને નીતિન ગડકરી જ શા માટે તેવો સવાલ કર્યો હતો અને સ્વામીએ તેનો જવાબ પણ આપ્યો હતો.

સુબ્રમણ્યમ સ્વામીએ જવાબમાં લખ્યું હતું કે, કોરોના સંકટનો સામનો કરવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફ્રેમવર્કની સખત જરૂર છે,જેમાં નીતિન ગડકરીએ પોતાની જાતને સાબિત કરી છે.લોકોએ જ્યારે પીએમઓ પર સવાલ કરવા નિશાન સાધ્યું તો તેના જવાબમાં સ્વામીએ પીએમઓ એક વિભાગ છે, વડાપ્રધાન પોતે નથી તેમ લખ્યું હતું.

સુરતમાં અશ્લીલ વિડિયો જોતા અટકાવતાં પતિએ પત્નીને જીવતી સળગાવી, હત્યારા પતિની ધરપકડ..
હાર્દિક પટેલ પક્ષપલટુ નેતાઓ ઉપર બગડ્યા, કહ્યું અમે ભગતસિંહ ની વિચારધારા ધરાવીએ છીએ હવે કોઈએ ગદ્દારી કરી તો તેના ઘરે જઈ જવાબ આપતા આવડે છે !!!
બંગાળ વિજય પર PM મોદીએ મમતાને આપ્યા અભિનંદન, રાજ્યને તમામ શક્ય સહયોગ ચાલુ રહેશે
સુરતમાં નાકર સમિતિ દ્વારા ગાંધીજીની પ્રતિમા પાસે ધરણા પ્રદર્શન
ગાંધીનગર જતા આંદોલનકારીઓને રોકવા હાઇવેના ટોલનાકા પર પોલીસ બંદોબસ્ત મુકાયો, જુઓ (VIDEO)
Share This Article
Facebook Email Print
Previous Article સુરત : ગ્રામ્ય સ્તરે ઈંજેક્શન અને દવાઓની અછત સર્જાઈ, સરકારના નિર્ણયથી દવાનો જથ્થો કર્યો બંધ
Next Article ફાર્મા સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં ૪૨૪ પોઈન્ટનો પ્રત્યાઘાતી ઉછાળો…!!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up