– પોઝિટિવ કેસનો આંક 68653 પર પહોંચ્યો
– મૃત્યુઆંક 1203 અને કુલ 63597 દર્દી રિકવર
સુરત : સુરત શહેર જિલ્લાના કોરોનાનો વિસ્ફોટ થયો છે.અત્યાર સુધીમાં 68653 કેસ અને 1203 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે.ત્યારે આજે અચાનક આરોગ્ય સચિવ જયંતિ રવિ સુરત દોડી આવ્યા છે.હાલ મેડિકલ કોલેજ ડિન અને સિવિલ સુપ્રિટેન્ડન્ટ, કલેક્ટર,ખાસ ફરજ પરના અધિકારી,પાલિકા કમિશનર સાથે બેઠક શરૂ કરી છે.જેમાં કોરોના સંક્રમણને કાબૂમાં લેવા અંગે ચર્ચા ચાલી રહી છે.મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે,સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 68653 પર પહોંચી ગયો છે.આ સાથે કોરોનાથી મૃત્યુઆંક વધીને 1203 થયો છે.ગત રોજ 678 લોકો સાજા થઇ જતા રજા આપી દેવામાં આવી હતી.જેને પગલે સાજા થનારાઓની કુલ સંખ્યા 63597 પર પહોંચી ગઈ છે. હાલ શહેર જિલ્લામાં 3853 એક્ટિવ કેસ છે.
નવા નોંધાયેલા કેસમાં શહેરમાં ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા 10 અને કાપડ માર્કેટ સાથે સંકળાયેલા 9 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત જીઆઇડીસી સચીનમાં જોબ કરનાર,એલ એન્ડ ટીમાં જોબ કરનાર, સેલ્સમેન, વિદ્યાર્થીઓ, દુકાનદાર, બ્રોકર, બિઝનેસમેન, યસ બેન્કનો કર્મચારી, વકીલ, એનઆરઆઈ, ખેડૂત, આઈડીબીઆઈ બેન્ક મેનેજર અને ભગવાન મહાવીર કોલેજના વિદ્યાર્થી સહીત અનેકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
સુરતની સરકારી હોસ્પિટલ સિવિલ અને સ્મીમેરમાં કુલ 585 દર્દીઓ ઓક્સિજન પર સારવાર લઈ રહ્યા છે.સિવિલ હોસ્પિટલમાં 387 દર્દીઓ ઓક્સિજન પર અને 198 દર્દીઓ સ્મીમેરમાં ઓક્સિજન પર સારવાર હેઠળ છે.જ્યારે સિવિલમાં 17 દર્દીઓ વેન્ટિલેટર પર અને સ્મીમેરમાં પણ 17 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે.સ્મીમેર હોસ્પિટલમાં 46 લોકો બાયપેપ પર સારવાર લઈ રહ્યા છે.