– દારૂની 546 બોટલ અને 973 પાઉચ સાથેના એક ટેમ્પો ઝડપાયો
સુરત : સુરતના ઉધના વિસ્તારમાં આવેલા લાલીમાનગર પાસેના લાલીમાતાના મંદિરના પાછળ આવેલા એક ખુલ્લા પ્લોટમાંથી પોલીસે બાતમીના આધારે દારૂની 546 બોટલ અને 973 પાઉચ સાથેના એક ટેમ્પાને ઝડપી પાડ્યો હતો.પોલોસની રેડ પડી હોવાની જાણ થતાં જ ટેમ્પાનો ચાલક અને માલિક ભાગી જતા પોલીસે 6 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.પોલીસે ફરાર ટેમ્પાના ચાલક અને માલિકને ભાગેડુ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.
ઉધના પોલીસે જણાવ્યું હતું કે, બાતમી મળી હતી કે, ઉધના લાલીમાનગર પાસેના લાલીમાતાના મંદિરના પાછળ આવેલા એક ખુલ્લા પ્લોટ ટેમ્પા માં દારૂ વેચાય રહ્યો છે.જેને આધારે પોલીસે દરોડા પાડતા દારૂનો મોટો જથ્થો હાથ લાગ્યો હતો.પોલીસે રૂપિયા 2,30,000ની કિંમતની 546 બોટલ, 973 પાઉચ, અને પતરાના બે બેરલ સાથે ટેમ્પો મળી 6 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસની રેડની જાણ થતા જ ટેમ્પાનો ચાલક અને માલિક ભાગી ગયા હતા.જેથી બન્નેને વોન્ટેડ જાહેર કરાયા હતાં.પોલીસે ટેમ્પા નં.GJ-02-Z-6027 ના માલિક અને ચાલકની શોધખોળ હાથ ધરી છે.પોલીસે Radico 8 PM Blue Deluxe Whisky 180 મી.લી.ના પાઉચ ક્યાંથી સુરત લવાયા હોવાની તપાસ શરૂ કરી છે.પો.સ.ઇ. પી.વી. સોલંકીએ આગળની તપાસ હાથ ધરી છે.


