By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરતના ઉધના ભાજપ કાર્યાલય પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતના ઉધના ભાજપ કાર્યાલય પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
GeneralPoliticsSurat

સુરતના ઉધના ભાજપ કાર્યાલય પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

HM News
Last updated: 30/11/2022 8:50 AM
HM News
3 years ago
Share
SHARE

– વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોડી રાત્રી સુધી સુરતના સર્કીટ હાઉસમાં મીટીંગ કરી

– ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દોઢ વાગ્યા સુધી સર્કીટ હાઉસ રોકાયા : વહેલી સવારે પણ આ બન્ને નેતાઓ સર્કીટ હાઉસ ખાતે આવી ગયાં હતા

સુરત,તા.28 નવેમ્બર 2022,સોમવાર : સુરતના પાટીદાર બહુમતીવાળા મોટા વરાછા ગોપીન ગામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા બાદ તેઓ સર્કિટ હાઉસમાં મોડી રાત્રી સુધી બેઠકનો દોર ચાલુ રહ્યો હતો.સુરતના સર્કિટ હાઉસ ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દોઢ વાગ્યા સુધી હાજર રહ્યા હતા.પાટીદાર બહુમતીવાળા વિસ્તારમાં ભાજપ પ્રત્યે નારાજગીની વાત બાદ મોદીએ બાજી સંભાળી હતી અને સભા બાદ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતની વિધાનસભા બેઠક અંગેની માહિતી મેળવી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાન પહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો અને જાહેર સભા બાદ રાત્રી રોકાણના કારણે સુરત સહિત સમગ્ર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.ગઈકાલના વિજય વિશ્વાસ સંમેલન પહેલાના રોડ શો બાદ વડાપ્રધાને ટવીટ કરીને સુરતીઓનો આભાર માન્યો હતો.જોકે, રેલી બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સીધા સર્કીટ હાઉસ પહોંચી ગયા હતા.રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે મોડી રાત્રી સુધી બેઠક કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાત્રીના દોઢ વાગ્યે આ બન્ને નેતાઓ સર્કીટ હાઉસ થી નીકળ્યા હતા અને વહેલી સવારે ફરીથી સર્કીટ હાઉસ પહોંચી ગયા હતા

સર્કીટ હાઉસમાં બેઠક બાદ તેઓ ઉધના ભાજપ કાર્યાલય પર મોદી જાય તેવી શક્યતાને પગલે ભાજપ કાર્યાલય ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સર્કીટ હાઉસમાં જ રોકાયા હતા સુરત સહિત દક્ષિણ ગુજરાતના રાજકારણ માટે આ બેઠક ઘણી જ મહત્વની મનાઈ રહી છે.

ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાનો આરોપ, પોલીસ અને ભાજપના લોકો દારૂના ધંધામાં 30 ટકાના ભાગીદાર
કિસાન આંદોલન : ખેડૂતો હવે ટોલનાકા બંધ કરાવી દિલ્હી આગરા હાઈવે જામ કરશે
PSI ભરતીમાં કૌભાંડ? મયુર તડવીની આકરી પૂછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા
કેજરીવાલનું ટેમ્પલ રન શરુ : સ્વસ્તિકની મજાક ઉડાવનાર – કાશ્મીરી પંડિતના નરસંહારને અસત્ય કહેનાર ગુજરાતના હિંદુઓને ગેરમાર્ગે દોરી શકશે?
ભાજપને ખુશ કરવા મમતા બેનરજીની પાર્ટી ગોવામાંથી લડીઃ કોંગ્રેસ અને ટીએમસી વચ્ચે ફરી તડાફડી
Share This Article
Facebook Email Print
Previous Article ગુજરાત ATSનું મોટું ઓપરેશન, ડ્રગ્સનું કેમિકલ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી
Next Article મૌત કા સૌદાગર,અભણ,ચાયવાલા,નીચ અને હવે રાવણ…‘બસ, છેલ્લે તો આવી જ ગયાને જાત પર’
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up