By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરતના એ.કે. રોડ પર લબ્ધિ કાપડ મિલમાં ભીષણ આગ લાગતા અફરાતફરી , ચાર લોકોને હોસ્પિટલ ખસેડાયા, 25 લોકોને રેસ્ક્યુ કરાયાં
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતના એ.કે. રોડ પર લબ્ધિ કાપડ મિલમાં ભીષણ આગ લાગતા અફરાતફરી , ચાર લોકોને હોસ્પિટલ ખસેડાયા, 25 લોકોને રેસ્ક્યુ કરાયાં
GeneralSurat

સુરતના એ.કે. રોડ પર લબ્ધિ કાપડ મિલમાં ભીષણ આગ લાગતા અફરાતફરી , ચાર લોકોને હોસ્પિટલ ખસેડાયા, 25 લોકોને રેસ્ક્યુ કરાયાં

HM News
Last updated: 29/01/2021 12:13 PM
HM News
4 years ago
Share
SHARE

– ભવાની સર્કલ પાસે આવેલી લબ્ધિ કાપડની મિલમાં ભીષણ આગ લાગતા અફરાતફરી

સુરત : સુરતના અશ્વિનીકુમાર વિસ્તારમાં આવેલા ભવાની સર્કલ પાસેની લબ્ધિ કાપડ મિલમાં આગ લાગી ગઈ છે.ભીષણ આગના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.આગ લાગી ત્યારે મિલમાં કામ કરતાં કામદારોને રેસ્ક્યૂ કરવાની કામગીરી ફાયર બ્રિગેડ દ્વારા હાથ ધરવામાં આવી છે.જેમાં ચાર વ્યક્તિઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.ફાયરબ્રિગેડ દ્વારા 25 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.ફાયરની કામગીરી દરમિયાન એક અધિકારીને પણ ઈજા પહોંચી છે.

સુરતના વરાછા એ.કે. રોડ પર આવેલી લબ્ધી કાપડની મિલમાં ભીષણ આગ લાગી હતી.આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતા ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા હતા.

10થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે

સુરતના વરાછા એ.કે. રોડ પર ભવાની સર્કલ નજીક લબ્ધી કાપડની મિલ આવેલી છે.મિલમાં બપોરના સમયે અચાનક આગ લાગી હતી.મિલમાં કારીગરો કામ કરી રહ્યા હતા તે વેળાએ અચાનક આગ લાગી હતી.આગ લગતા જ મિલમાં નાસભાગ મચી જવા પામી હતી. પલભરમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.જેથી આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.બીજી તરફ બનાવની જાણ થતા સુરતના અલગ અલગ ફાયર સ્ટેશનોમાંથી 10થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા

મિલમાં લાગેલી આગના પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા.મિલમાં આગ લગતા આસપાસના લોકો પણ ત્યાં દોડી આવ્યા હતા.લબ્ધી મિલ કાપડની મિલ છે અને તેમાં મોટી સંખ્યામાં કાપડનો જથ્થો રહેલો હતો.જેથી આગ લાગતા આ કાપડનો જથ્થો પણ આગની ઝપેટમાં આવી ગયો હોવાનું અનુમાન છે.આગના કારણે મિલમાં લાખોનું નુકશાનની આશંકા સેવવામાં આવી રહી છે.

ભારત-ઓસ્ટ્રેલિયા શિખર સંમેલનનો પ્રારંભ, PM મોદીએ કહ્યું- દબાણનો સામનો કરી રહ્યું છે અમારૂં ક્ષેત્ર
વલસાડમાં ધર્માંતરણ મામલે ખ્રિસ્તી મિશનરીઓને શોધવા માંગ, આગેવાનોએ કલેકટરને આપ્યું આવેદન
અમેરિકામાં હિંસાની આશંકા, વ્હાઇટ હાઉસને કિલ્લામાં ફેરવાયું
ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ પ્રધાન ગાયત્રી પ્રજાપતિને ત્યાં EDના દરોડા
અજમેર શરીફ દરગાહ, ટીપુ સુલતાન પેલેસ મુદ્દે વિવાદ : સર્વેક્ષણની માગ
Share This Article
Facebook Email Print
Previous Article અભિષેક બચ્ચન વિરુદ્ધ ગુજરાતમાં નોંધાઇ FIR, દારૂના નશામાં છરાથી કર્યો હતો હુમલો
Next Article સાડીનો હિંચકો બનાવી હીંચકા ઝૂલી રહેલ 12 વર્ષીય બાળકીને ગળે ફાંસો લાગતાં મોત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up