સુરત શહરેના ઓલપાડના ડભારી દરિયા કિનારે 26મી જાન્યુઆરીના દિવસે હોમગાર્ડના જવાનો દ્વારા દારૂ પાર્ટી કરવામાં આવી હોવાનો વીડિયો વાઈરલ થયો છે.વાઈરલ થયેલા વીડિયો હોમગાર્ડના સાયણ યુનિટનો ઈન્ચાર્જ કમાન્ડિંગ પણ હોવાનું સામે આવ્યું છે. જ્યારે હોમગાર્ડના જવાનો નશામાં ચૂર થઈ ફિલ્મી ગીતો પર ઠુમકા લગાવતા નજરે પડી રહ્યા છે.
દરિયા કિનારે દારૂની પાર્ટી કરી
26 જાન્યુઆરીના રોજ સાયણના ઈન્ચાર્જ કમાન્ડિંગ સહિત હોમગાર્ડના જવાનો દ્વારા ઓલપાડ તાલુકાના દભારી ગામે દરિયા કિનારે દારૂ પાર્ટી કરવામાં આવી હતી. જોને વીડિયો વાઈરલ થયો છે.વિડીયોમાં દેખાતા તમામ સુરત ગ્રામ્યના ઓલપાડ તાલુકાના સાયણ યુનિટના હોમગાર્ડ જવાન છે.દારૂના ગ્લાસ આપતો વ્યક્તિ સાયણ યુનિટનો ઇન્ચાર્જ કમન્ડિંગ હોવાની ચર્ચા છે.રાજ્યના હોમગાર્ડ સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં હતી ત્યારે સાયણ હોમગાર્ડ યુનિટનો કમન્ડિંગ અને તેના અન્ય જવાનો દરિયા કિનારે દારૂની પાર્ટી કરી નશામાં ચૂર હાલતમાં ફિલ્મી ગાયનો પર ઠુમકા લેતા હતા.
દારૂ પાર્ટી અંગે તપાસ બાદ વધુ કાર્યવાહી
સુરત જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ડો.પ્રફુલ શિરોયાએ જણાવ્યું હતું કે,હા આવો વીડિયો મારી સામે આવ્યો છે.સાયણ યુનિટનો ઇન્ચાર્જ કમન્ડિંગ પણ નજરે પડી રહ્યો છે.દારૂ પાર્ટી અંગે તપાસ બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
સુરત જિલ્લામાં છેલ્લા એક વર્ષ દરમિયાન અનેક પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ
સુરત જિલ્લામાં રેન્જ આઈજી દ્વારા સોંપવામાં આવેલી પ્રોહિબિશનની તપાસમાં યોગ્ય તપાસ નહીં કરતાં કીમ પોલીસ સ્ટેશનના પીએસઆઈ હિંમત આજરાને સસ્પેન્ડ કરી દેતા જિલ્લા પોલીસબેડામાં ફફડાટ ફેલાયો હતો.સુરત જિલ્લામાં છેલ્લા એક વર્ષ દરમિયાન અનેક પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ થયા છે.એક તરફ અધિકારીઓ સસ્પેન્ડ થઈ રહ્યા છે.તો બીજી તરફ પીઆઈ કક્ષાના પોલીસ સ્ટેશનો પણ પીએસઆઈને હવાલે કરવા પડ્યા છે.


