સુરત : વરસાદની આગાહી વચ્ચે આજે દિવસના ઓલપાડ અને ચોર્યાસી તાલુકામાં અડધો ઇંચ વરસાદ સિવાય બાકીના તાલુકા અને સુરત શહેરમાં આખો દિવસ સૂર્યદેવતાનું રાજ જોવા મળતા ગરમી અનુભવાઇ હતી.ફલંડ કંટ્રોલના પ્રવકતાના જણાવ્યા મુજબ હવામાન વિભાગ દ્વારા સુરત જિલ્લામાં થયેલી આગાહીના પગલે શનિ અને રવિવાર છુટોછવાયો વરસાદ વરસ્યા બાદ આજે દિવસના ઓલપાડ અને ચોર્યાસી તાલુકામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.જયારે બાકીના તાલુકા અને સુરત શહેરમાં પણ આખો દિવસ સૂર્યદેવતા ચમકતા રહ્યા હતા.જેના પગલે સુરત શહેરનું આજનુ તાપમાન ૩૩.૦ ડિગ્રી,લઘુતમ તાપમાન ૨૫.૪ ડિગ્રી,હવામાં ભેજનું પ્રમાણ ૬૬ ટકા,હવાનું દબાણ ૧૦૦૪.૨ મિલીબાર અને દક્ષિણ-પશ્રિમ દિશામાંથી કલાકના ૧૩ કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા.હવામાન વિદોના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં સુરત શહેરમાં ચોમાસુ બેસવાના સંકેતો મળી રહ્યા છે.