સુરત : છેતપીંડીના એક મામલામાં સુરત ગ્રામ્યના કામરેજ ના પોલીસ ઇન્સ્પેકટર દ્વારા ગન્હામાં છાવરવા તથા કાર કબ્જે ન કરવાના મામલે ૧૦ લાખની કહેવાતી લાંચ માંગણી બાદ એ રકમ ગમે તે કારણે કય ગંધ આવી જતાં લાંચની રકમ ભલે ન સ્વિકારી પણ લાંચ માંગણી પણ ગુન્હો બનતો હોવાનો કટકી બજોમાં સંદેશો આપવા એસીબી વડા કેશવ કુમારે પીઆઇ સહિત ૧૦ સામે ગુન્હો દાખલ કરાવવા આદેશ આપતા ખળભળાટ મચી ગયો છે.
એસીબી સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ છેતરપીંડી ના ગુન્હા સબબ કામરેજ પોલીસ મથકનો સ્ટાફ તેમના ભાઈને પોલીસ મથકે લય ગયાની નામજોગ ફરિયાદ ફરિયાદીના ભાઈ દ્વારા થયેલ ફરિયાદમાં આરોપ મુકાયો છે.ફરિયાદી દ્વારા એસીબી પાસે એવા મતલબનું પણ ફરિયાદમાં જણાવેલ કે પોલીસ મથકમાં ૧૦ લાખની લાંચ બાદ સામ સામી દલીલો બાદ અંતે ૩ લાખ નકી થયેલ.જેનાં ભાગરૂપે જયારે જમવાનું ટિફિન આવે ત્યાં સુધીમાં ૧.૨૦ લાખ અને બાકીના બીજે દિવસે આપવાનું નકી થયેલ.ફરીયાદી કે તેના ભાઈ લાંચની રકમ આપવા માંગતા નહોય સુરત ગ્રામ્ય એસીપી પીઆઇ આર.કે.સોલંકીને ફરિયાદ અપાયેલ.ફરીયાદ આધારે તુરત છટકું ગોઠ્યું પરંતુ સંબંધકોને ગંધ આવી જતાં છટકું નિષ્ફળ નીવડેલ. આ બાબતે એસીબી વડાં સાથે ચર્ચા સાથે જ સુરત એસીબી પીઆઇ શ્રી.સોલંકી દ્વારા તપાસ ચાલુ જ રાખવામાં આવેલ.
ઉપરોકત પ્રાથમીક તપાસ ત્રણ માસ જેટલો સમય ચાલેલ.જે તપાસના કામે એકત્રીત થયેલ દસ્તાવેજી પુરાવા,મૌખીક પુરાવા,વૈજ્ઞાનીક પુરાવા અને સાયોગીક પુરાવા આધારે આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં ગુનો કરેલ હોવાનું જણાય આવેલ છે.આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં લાંચના છટકાના ફરીયાદીના ભાઇને કામરેજ પોલીસ સ્ટેશનમાં ચાર દિવસ સુધી ગેરકાયદેસર અટકાયતમાં રાખેલ હતા તેમજ ફરીયાદીના ભાઇને આરોપી કુલદીપદાન બારહટ નાઓના કહેવાથી તા.૧૧.૦૯.૨૦૨૦ ના રોજ આરોપી અલ્પેશભાઇ, દિપકભાઇ, જયદિપભાઇ અને સાગરભાઇ નાઓ ફોરચ્યુનર કારમાં ગેરકાયદેસર રીતે અમદાવાદ ખાતે તપાસમાં લઇ ગયેલ હોવાનું પણ પ્રાથમીક તપાસ દરમ્યાન જણાય આવેલ છે. પ્રાથમીક તપાસ દરમ્યાન એકત્રીત થયેલ પુરાવાઓને ધ્યાને લેતાં આરોપી જયેશભાઇ અને અલ્પેશભાઇ નાઓએ લાંચના છટકાના ઇન્સપેકટર, સુરત ગ્રામ્ય એ.સી.બી.પો.સ્ટે. નાઓએ શ્રી સરકાર તરફે ફરીયાદ જાહેર કરી આરોપીઓ (૧) જે.બી.વનાર, પો.ઇ. કામરેજ પો.સ્ટે. (ર) અ.પો.કો. જયેશભાઈ જયંતીભાઇ નિરજની (૩) અ.પો.કો. અલ્પેશભાઇ મોતીભાઇ દેસાઇ (૪) અ.હે.કો. કુલદીપદાન ગંભીરદાન બારહટ (પ) અ.પો.કો. દિપકભાઇ હરગોવિદભાઈ દેસાઇ (૬) અ.પો.કો. જયદિપસિંહ ગોપાલસિંહ ચૌહાણ (૭) એ.એસ.આઇ. ચંદાબેન સુનીલભાઇ પાયાભાઇ વસાવા (૮) એ.એસ.આઇ. સુશીલાબેન જયતભાઇ રાવલ (૯) એ.એસ.આઇ. સરદારભાઇ ધીરાભાઇ ભગોરા (૧૦) જી.આર.ડી. સાગરભાઇ ભગવાનભાઇ રાડરીયા નોકરી, તમામ કામરેજ પો.સ્ટે. સુરતનાઓ વિરૂધ્ધ સુરત ગ્રામ્ય એ.સી.બી.પો.સ્ટે.માં ગુનો દાખલ કરાવેલ છે. ઉપરોકત ગુનાની તપાસ શ્રી એન પી ગોઠિતલ. મદદનીશ નિયામક. એ સી બી સરત એકમ નાઓ કરી રહેલ છે.