સુરત,તા.18 મે 2021 : સુરતમાં તોક્તે વાવાઝોડાને કારણે મોડી રાતથી જ સતત વરસાદ થતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો છે.સતત વરસાદને કારણે અમરોલી ખાતે આવેલા મનીષા ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થયો હતો.
સુરતમાં સતત વરસાદને કારણે વૃક્ષો તૂટી પડવા સાથે પાણી ભરાવવાના બનાવો પણ બન્યા છે.ઉતરાણ અને મોટા વરાછાને જોડતા મનીષા ગરનાળામાં વરસાદને કારણે પાણીનો ભરાવો થયો હતો.હાલમાં કોરોનાને કારણે સીટી બસ બંધ છે પરંતુ કોરોના ની કામગીરીમાં સિટી બસને જોડી દેવામાં આવી છે.આવી જ એક બસ અમરોલી મનીષા ગરનાળુ માંથી પસાર થતી હતી પરંતુ પાણીના ભરાવાને કારણે આ બસ બંધ પડી ગઈ હતી.બસ બંધ પડી જતાં ડ્રાઈવર અને બસમાં બેઠેલો સ્ટાફ સલામત રીતે બહાર નીકળી ગયો હતો.


