– નગ્ન વીડિયો ઉતારી લેવાની ઘટનામાં બે યુવકે એક યુવક પર બે રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું
– આ ઘટનામાં પોલીસે બે યુવકો સામે ગુનો દાખલ કર્યો
સુરત : સુરતના ચોક બજાર પોલીસ મથકની હદમાં ફરી એક વખત ફાયરિંગની ઘટના સામે આવતા ચકચારમાં જવા પામી હતી.ફાયરિંગ થઇ હોવાનો કોલ મળતા બજાર પોલીસ નો કાફલો દોડતો થઈ ગયો હતો અને ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.તપાસ દરમિયાન છ મહિના જૂની ઝઘડાની અદાવતમાં બે રાઉન્ડ ફાયરિંગ કરાયું હોવાનું સામે આવ્યું છે જે ઘટનામાં પોલીસે બે યુવકો સામે ગુનો દાખલ કર્યો છે.
ડભોલી ચાર રસ્તા નજીક રહેતા હિતેશ સોલંકી આશરે છ મહિના પહેલા હેમંત માલી નામના યુવકને મોબાઈલ ચોરીનો આક્ષેપ કરી રૂમમાં નોંધ્યો હતો અને ત્યારબાદ હિતેશ સોલંકી હેમંતનો એક નગ્ન વિડીયો પણ ઉતાર્યો હતો અને માર મારીને તેને છોડી મૂક્યો હતો.ત્યારબાદ હિતેશ સોલંકી વારંવાર હેમંતને તેનો વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી હેરાન પરેશાન કરી રહ્યો હતો જેના ત્રાસથી કંટાળી હેમંતે તેના મિત્ર આંશિકને આ સમગ્ર હકીકત જણાવી હતી.ત્યારબાદ આ બંને મળીને હિતેશ ને સબક શીખવાડવા અને તેના ત્રાસમાંથી કાયમી છુટકારો મેળવવા પ્લાન ઘડ્યો હતો.
બુધવારે રાત્રિના સમયે હેમંત અને આંશિક બંને હિતેશની રેખી કરવા બાઇક પર નીકળ્યા હતા જ્યાં અખંડ આનંદ કોલેજ ની સામે તેઓએ બાઈક પરથી જ હિતેશ પર ફાયરિંગ કર્યું હતું પરંતુ મિસ ફાયરિંગ થઈ જતા હિતેશ નું ધ્યાન ગયું ન હતું. ત્યારબાદ ડભોલી લક્ષ્મીનગર નજીક બંનેએ ફરી હિતેશ પર ફાયરિંગ કર્યું હતું.પરંતુ ફાયરિંગમાં હિતેશ ને કોઈ ગંભીર ઈજા થઈ ન હતી.ફાયરિંગ નો કોલ ચોક બજાર પોલીસને મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને હિતેશની ફરિયાદ નોંધી ફાયરીંગ કરનાર હેમંત અને આંશિક ને પકડવા કવાયત હાથ ધરી હતી.
ચોક બજાર પોલીસ સ્ટેશનના પીઆઇ મનોજ ગઢવીએ જણાવ્યું હતું કે, હિતેશ સોલંકી નામના ઇસમો ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.હિતેશના જણાવ્યા મુજબ હેમંત નામના વ્યક્તિ સાથે થોડા દિવસો પહેલા કોઈક બાબતને લઈને માથાકૂટ થઈ હતી, તેની અંગત અદાવત રાખીને મારા ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું છે.હાલ ગુનો નોંધીને તપાસ કરવામાં આવી છે.ઘટના સ્થળે ઝપાઝપી બાદ આરોપીઓ નાસી છૂટ્યા છે.ઘટના સ્થળ ઉપર તપાસ કરતા હથિયાર અને બાઇક જપ્ત કરવામાં આવી છે.