– કુદરતી હાજતે ગયા બાદ ઈજાગ્રસ્ત હાલતમાં મળેલા શ્રમિકને સારવાર અર્થે સિવિલ ખેસેડાયો
સુરત : સુરતના ખજોદ ખાતેના નિર્માણાધિન ડાયમંડ બુર્સના કપાઉન્ડમાંથી મૂળ બંગાળનો શ્રમિક ગંભીર ઇજા સાથે મળી આવ્યો હતો.જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.શ્રમિક કુદરતી હાજતે ગયા બાદ મોઢા પર પથ્થરોથી ઇજા પહોંચેલી હાલતમાં મળી આવતા સવાલો ઉભા થયા હતાં.ઈજાગ્રસ્તના જમાઈ સુજને કહ્યું હતું કે, ભંગાર વિણવા આવતા ટપોરીઓએ મામા સસરા પર હુમલો કરી પથ્થરો વડે મોઢું છુંદી ભાગી ગયા હોય એમ લાગી રહ્યું છું.
હજીરા લોકેશનની 108 એમ્બ્યુલન્સના મહિલા EMT એ જણાવ્યું હતું કે, કોઈ ઈસમને મોઢા પર ઇજા થયેલી હાલતમાં જમીન પર પડેલો હોવાનો કોલ મળ્યો હતો.જેથી અમારી ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.જ્યાં સુબત્ર કરમકર નામનો યુવાન જમીન પર ગંભીર ઇજા સાથે મળી આવ્યો હતો.માટે સૌ પ્રથમ તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયાં હતાં.
સુજન બર્મન (ઇજાગ્રસ્તના જમાઈ) એ જણાવ્યું હતું કે, સુબત્ર મારા મામા સસરા થાય છે. 25 દિવસ પહેલા જ બંગાળથી સુરત રોજગારીની શોધમાં આવ્યા હતા.ડાયમંડ બુર્સમાં મજૂરી કરી પેટિયું રળી રહ્યાં હતાં.આજે મામા સસરા કુદરતી હાજતે ગયા બાદ ઇજાગ્રસ્ત હાલમાં મળી આવ્યા હતા.નિર્માણાધિન ડાયમંડબુર્સ કંપાઉન્ડમાં ભંગાર વિણવા અનેક અસામાજિક તત્વો આવતા હોય છે. એ પૈકીના કોઈએ મામા સસરા પર પથ્થરો વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો છે.મામા સસરા સુબત્રની હાલત ગંભીર છે.હુમલાખોરોને લઈ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.


