[weather_data]
Breaking News
TRENDING NEWS

સુરતના ડિંડોલીમાં રેપનો ભોગ બનેલી બાળકીનું 9મું ઓપરેશન

[updated_date] [post_views]

Table of Content

બળાત્કારના ગુનાઓમાં કોર્ટ લાલ આંખ કરીને આરોપીઓને જન્મટીપ કે ફાંસીની સજા ગણતરીના દિવસોમાં આપતી થઈ છે. ત્યારે પીડિતાને ઝડપી ન્યાય મળતો થયો છે.જોકે પીડિતાની દૃષ્ટિએ અને એમાં પણ માસૂમ બાળકીઓના કેસમાં જોઇએ તો તેને જીવનભર ન ભુલાય એવી અસહ્ય વેદનામાંથી પસાર થવું પડતું હોય છે.3 વર્ષ અગાઉ ડિંડોલીમાં આવો જ એક બનાવ બન્યો હતો,જેમાં સાડાચાર વર્ષની બાળકી પર હેવાને કરેલા બળાત્કાર બાદ ફૂલસમી બાળકીની આખી જિંદગી વેરવિખેર થઈ ગઈ.

આ દર્દનાક ઘટના બાદ તેના શરીરે 8 ઓપરેશન થઇ ગયાં છે,200 ટાંકા લેવાયા છે અને 7 દિવસ બાદ 9મું (પ્લાસ્ટિક સર્જરી) ઓપરેશન થવા જઇ રહ્યું છે.ઘડી-ઘડી આ બાળકી કણસી રહી છે.માતા-પિતા 24 કલાક બાળકની નજર સામે તડપતી જોઇને લોહીના આંસુએ રડી રહ્યા છે.

માતા બની શકશે કે કેમ એ પ્રશ્નાર્થ
3 વર્ષ સુધી બાળકી માત્ર સૂઇ જ શકતી હતી.બાદમાં તેને ટાયર પર બેસાડવાની શરૂઆત થઇ.યોગ થેરપી અપાઈ.અમેરિકા સહિતના ડોકટરોના અભિપ્રાય લઇ ઓપરેશનો કરાયાં.હવે બાળકી માતા બનશે કે કેમ એ અંગે પ્રશ્નાર્થ છે.

હોઠ કરડી ખાધા હતા, હવે પ્લાસ્ટિક સર્જરી
2018માં ડિંડોલીમાં સાડાચાર વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારનારા આરોપી રોશન ભૂમિહારને કોર્ટે આજીવન જેલની સજા આપી હતી, પરંતુ બાળકીનું જીવન બરબાદ થઈ ગયું હતું.બંને ઇન્ટર્નલ પાર્ટ એક થઇ ગયા હતા. 200 ટાંકા લેવાયા છે.તમામ ખર્ચ ઉઠાવનાર વકીલ પ્રતિભા દેસાઈ કહે છે,બાળકી 3 વર્ષ સુદી હાજત કરી શકી નહોતી.આરોપીએ હોઠ કરડી ખાધા હતા,બચકાં ભર્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles