સુરત : કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે.સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 65 હજારને પાર કરી 65195 થઈ ગઈ છે.શહેર-જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 1176 થઈ ગયો છે.શહેરમાંથી અત્યાર સુધીમાં કોરોનાને માત આપી સાજા થનારા દર્દીઓની સંખ્યા 60 હજારને પાર કરી 60155 થઈ ગઈ છે.સતત વધી રહેલા કોરોનાના કેસની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા ઓછી રહેતા એક્ટિવ કેસમાં વધારો થયો છે.શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 3864 થઈ ગઈ છે.ડુમસ રોડ પર આવેલા સેન્ટ્રલ મોલના 17 કર્મચારીઓ પોઝિટિવ આવતા મોલને બંધ કરી દેવાયો છે.
સુરતમાં કોરોનાના કેસ ઉત્તરોઉત્તર વધી રહ્યા છે.પીપલોદ વિસ્તારમાં આવેલ સેન્ટ્રલ મોલમાં 17 કેસ કોરોના પોઝિટિવ આવતા મોલને બંધ કરાયો છે.આ અંગે સેન્ટ્રલ મોલના મેનેજર નિકુંજભાઈએ કહ્યું કે, ગઈકાલે તમામ કર્મચારીઓનો રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો.જેમાં 17 પોઝિટિવ આવતાં મોલને નોટિસ અપાઈ છે. 10 દિવસ બંધ રાખી તમામ સુવિધા ઉભી કર્યા બાદ મોલને ફરીથી શરૂ કરીશું.


