શહેરમાં વધતી જતી ગુનાખોરી સામે નવા પોલીસ કમિશનરને સરપ્રાઇઝ ચેકીંગ કરીને તમામ પોલીસ મથકોના ઇન્સ્પેક્ટરો તેમજ કોન્સ્ટેબલોને સ્તબ્ધ કરી દીધા છે. શહેરના ઇચ્છાપોર પોલીસ મથકના કોન્સ્ટેબલને શો-કોઝ નોટીસ જ્યારે પોલીસ ઇન્સ્પેક્ટરને ખંખેરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.શહેરના નવા પોલીસ કમિશનર અજયકુમાર તોમરએ પોતાની આગવી શૈલીથી તમામ પોલીસ અધિકારીઓને ચોંકાવી દીધા છે.
સરપ્રાઇઝ ચેકીંગ કહો કે પછી પોલીસ અધિકારીઓને રૂબરૂ બોલાવીને કામગીરીનો રીપોર્ટ માંગવામાં આવતાની સાથે જ પોલીસ અધિકારીઓનો પરસેવો છૂટી જાય છે. છેલ્લા બે દિવસથી સીપી અજયકુમારે શહેરના વિવિધ પોલીસ મથકોમાં સરપ્રાઇજ ચેકીંગ શરૂ કર્યું છે.જો સરકારી વાહનમાં જાય તો પણ અન્યપોલીસ અધિકારીઓ સાવધાન થઇ જતા હોવાથી કમિશનર પ્રાઇવેટ વાહનમાં ચેકીંગ કરવા માટે ઉપડી જાયછે.એક દિવસ પહેલા પાંડેસરા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધા બાદ બુધવારે રાત્રે ઇચ્છાપોર પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી.અહી ડીસ્ટાફની ઓફિસ નધણિયાત હતી અને કોઇ અધિકારીઓ હાજર ન હતા.બીજી તરફ તાત્કાલીક જ કમિશનરને પીઆઇને બોલાવીને ખંખેર્યા હતા.જ્યારે ઓફિસમાં ગેરહાજર ચોકીના હેડ કોન્સ્ટેબલને શોકોઝ નોટીસ આપીને ખુલાસો માંગવામાં આવ્યો હતો.
રાંદેરમાં ડ્રગ્સનું વેચાણ કરતા દંપત્તિને એસઓજીએ ઝડપી પાડ્યા
સુરતઃ શહેરના રાંદેર વિસ્તારમાંથી એસઓજી પોલીસએ આજે ડ્રગ્સનું વેચાણ કરતા દંપત્તિને પકડી પાડી 65000 નો મુદ્દામાલ કબજે કરી ગુનો દાખલ કર્યો હતો.તથા ડ્રગ્સ સપ્લાયરને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.સુરત એસઓજીએ મળેલી બાતમીના આધારે મોહંમદ સલીમ મોહંમદ સફી મેમણ (ઉ.વ .૪૯, રહે .પ્લોટ નં .૨૭ / ૩૩૧ માં આવેલ પતરાના છત વાળા પ્રથમ મકાનમાં રાજુનગર કોઝ – વે સર્કલ રાંદેર) અને તેની પત્ની જોહરાબીબી મોહંમદ સલીમ મોહંમદ શફી મેમણ (ઉ.વ.૪૫)ને ત્યાં રેઈડ કરી હતી. એસઓજી પોલીસને ઘરમાંથી નશાકારક પદાર્થ એફેડ્રોન નામનું ડ્રગ્સ મળી આવ્યું હતું. એસઓજીએ 45,000 કિમતનું 9 ગ્રામ ડ્રગ્સ તથા મોબાઈલ ફોન સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ 65000 સાથે પકડી પાડયા હતા.આ એફેડ્રોન નામના ડ્રગ્સનો જથ્થો આપનાર આલમજેબ ઉર્ફે આલમ ગોલ્ડન 90 મોહંમદઐયુબ ઉર્ફે મગરૂ શેખ (રહે.ભરૂચી ભાગળ ઝુપડપટ્ટી રાંદેર) ને વોન્ટેડ જાહેર કરાયો છે.એસઓજીએ તમામ વિરૂદ્ધ ધી એનડીપીએસ એકટ ૧૯૮૫ ની કલમ ૪ ( સી ) , ૨૨ ( બી ) મુજબ રાંદેર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.