સુરત,તા.3 ફેબ્રુઆરી, શુક્રવાર : સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં હિરઓમ નગરમાં આવેલ લુમ્સના ખાતામાં કારીગરની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા પોલીસ દોડતી થઇ ગઇ હતી.આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ સુરતના પાંડેસરા વિસ્તારમાં હરિઓમ નગરમાં આવેલા લુમ્સના ખાતામાં આજે વહેલી સવારે એક કારીગરની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.બનાવની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.યુવકને માથામાં લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.હાલ આ સમગ્ર કેસમાં પોલીસે મૃતક યુવકની લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે જણાવ્યું હતું કે પાંડેસરા સ્થિત હરીઓમનગર ખાતે આવેલા એક કારખાનામાં કોઈ મજુરની હત્યા થઇ હોવાની જાણ થઇ હતી.જેથી ઘટના સ્થળે આવીને તપાસ શરુ કરી છે.મૃતકનું નામ રોહિત રાજપૂત હોવાનું જાણવા મળ્યું છે. મૃતક અંદાજીત 10 દિવસથી કામ કરતો હોવાની પ્રાથમિક માહિતી મળી છે.આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ રહી છે.