સુરતના જહાંગીરપુરા ચિત્રધામ એપાર્ટમેંટના ત્રીજા માળે ફલેટમાં જુગાર રમતા 13 ને પોલીસે 6.17 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે.એટલું જ નહીં પણ તમામ સામે કોવીડ-19 વૈશ્વિક મહામારી વચ્ચે લોકોના સ્વાસ્થ્યમાં ચેપીરોગ (વાયરસ) ફેલાય તેની બેદરકારી રાખી ભેગા થઇ અને સોશિયલ ડિસ્ટન્સીંગનુ પાલન નહિ કરી તથા માસ્ક નહિ પહેરી અને ચાર કરતા વધારે લોકો ભેગા થઈ જાહેરનામા ભગ બદલ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બાતમીના આધારે રેડ
જ્હાંગીરપુરા ચીત્રધામ એપાર્ટમેન્ટ ત્રીજા માળે ફલેટ નં-302માં રહેતા પૃથ્વીરાજ જયરામભાઈ રાઠોડ પોતાના આર્થીક લાભ માટે જુગારધામ ચલાવી રહ્યા હોવાની બાતમીના આધારે પોલીસે રેડ પાડી હતી.જયાંથી જુગાર રમતા 13 જણા ઝડપાયા ગયા હતા.પોલીસે જુગારીઓ પાસેથી રોકડા રૂપિયા 82050 દાવ પર મૂકેલ રોકડા રૂપિયા 5000 અને રોકડા રૂપિયા 53060 મળી કુલ રોકડા રૂપિયા 1,40,110 તેમજ જુગાર રમતા ઇસમો પાસેથી અલગ-અલગ કંપનીના 19 મોબાઇલ ફોન જેની કિંમત રૂપિયા 4,02,500 તથા 3 વાહનો જેની કિમત રૂપિયા 75000 સહિત પોલીસે કુલ્લે રૂપિયા 6,17,610નો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.
ઝડપાયેલા જુગારીઓ..
(1) પરેશભાઈ ભગવાનભાઈ કાથરોટીયા, ઉ.વ.36, ધંધો-સાડી-હેન્ડ વર્કનો, રહે.ઘર નં.37, કેવલપાર્ક સોસાયટી, સારોલી BRTS જંક્શન પાસે, પુણાગામ,
(2) ઉમેદ દામજીભાઈ પીપલવા, ઉ.વ.40, ધંધો.ટેક્ષટાઈલ, રહે.૧૦૩, શ્રધ્ધા રેસીડેન્સી, હાથી મંદીર પાસે, કતારગામ
(3) ડેનીશ બાબુભાઈ સાવલીયા, ઉ.વ.31, ધંધો.હિરામજુરી, રહે.ઘર નં.૪, પ્રમુખપાર્ક સોસાયટી, ગોવર્ધન સોસાયટીની બાજુમાં, અમરોલી
(4) યશદિપ સુભાષભાઈ શુક્લા, ઉ.વ.27 ધંધો.હોટલનો, રહે.૩૦૨, ચિત્રાધામ એપાર્ટમેન્ટ, ડોક્ટર્સપાર્ક રોડ, જહાંગીરપુરા
(5) ભાવિક વિઠ્ઠલભાઈ અજુડીયા, ઉ.વ.36 ધંધો. હિરા દલાલી, રહે.ઘર નં ૭૫, અંબિકાનગર-૧, હેલ્થ સેન્ટરની પાછળ, કતારગામ,
(6) મુકેશભાઈ પોપટભાઈ સાવલીયા, ઉં.વ.46, ધંધો.સાડી હેન્ડવર્કનો, રહે.ઘર નં ૧૧, દ્વારકેશનગરી, વિભાગ-૨, એક્તા સોસાયટીની બાજુમાં, મોટા વરાછા,
(7) વિરેન્દ્રસિંહ લાભુભાઈ ચાવડા, ઉ.વ.33, ધંધો.વેપાર, રહે.ઘર નં.૧૦૨, એ-૧, દેવપ્રયાણ રેસીડેન્સી, કથેરીયા નુમાન મંદીરની સામે, સિંગણપોર ચાર રસ્તા, કતારગામ,
(8) વિક્રમભાઈ અમરસિંઘભાઈ ગોહિલ, ઉં.વ 47 ધંધો.હિરા દલાલી, રહે.ઘર નં ૪૦૪, એ-૧, દેવપ્રયાણ રેસીડેન્સી, કથેરીયા હનુમાન મંદીરની સામે, સિંગણપોર ચાર રસ્તા, કતારગામ,
(9) મનિષભાઈ વિનુભાઈ સોમૈયા, ઉ.વ.38 ધંધો.સાડી જોબવર્ક રહે.ઘર નં.૨૦૧ વસંતવિહાર બોરડીશેરી સૈયદપુરા
(10) ગુંજન કિર્તીભાઈ પટેલ, ઉ.વ.23, ધંધો.ખાનગી નોકરી, રહે.૧૩૫, માઘ્વાનંદ સોસાયટી, ધનમોરા ચાર રસ્તા, કતારગામ
(11) હર્ષદ છગનભાઈ પ્રજાપતી, ઉ.વ.36 ધંધો.હિરા મજુરી, રહે.ઘર નં.૫૦૨, ડી-૧, સ્ટારગાર્ડન સોસાયટી, તારવાડી, અમરોલી
(12) પૃથ્વીરાજ જયરામભાઈ રાઠોડ, ઉ.વ.5, ધંધો.ખાનગી નોકરી, રહે.ઘર નં.૩૦૨, ચિત્રાધામ એપાર્ટમેન્ટ, જહાંગીરપુરા,
(13) કુલદીપ અશોકભાઈ મોરે, ઉ.વ.26, ધંધો.હોટલ, રહે.૩૦૨, ચિત્રાધામ સોસાયટી, જહાંગીરપુરા,