– કોસંબા : સુરતના બે ઠગો એ પોતાની વેબસાઇટ અને ઓનલાઇન માર્કેટિંગ કરી લોકોને માત્ર 2500 રૂપિયામાં સસ્તા ટેબલેટ આપવાની લાલચ આપી લોકો સાથે લાખો કરોડો ની ઠગાઈ કરી છે કોસંબા ખાતે આવેલ કુરિયર કંપની ની ઓફિસ ના માધ્યમથી ભારતભરમાં સસ્તા ટેબલેટ ના નામે બોક્સમાં કચરો ભરીને મોકલતા આ બે ઇસમોની ચોરી કુરિયર કંપની ને મળેલી ફરિયાદના આધારે કુરિયર કંપની દ્વારા તપાસ કરવામાં આવતાં તેમના પાર્સલમાં ટેબલેટ ના નામે કચરો ભર્યો હોવાનું દેખાઈ આવતા કુરિયર કંપનીના અધિકારી દ્વારા કોસંબા પોલીસ સ્ટેશનમાં 883 જણાને આ લોકોએ કુરિયર કંપની ના માધ્યમથી છેતર્યા હોવાની ફરિયાદ કરી છે આ એક જ કુરિયર કંપની સાથેનો વ્યવહાર ખુલવા પામ્યુ હોય આવી અન્ય કુરિયર કંપની સાથે પણ આ લોકોએ આ જ પ્રકારે પાર્સલ મોકલી લોકો સાથે ઠગાઇ કરી હોય તો આ આંકડો આશ્ચર્યજનક રીતે કરોડોમાં પહોંચે તેવી સ્થિતિ છે
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનાં કોસંબા ખાતે ડિલિવર કુરિયર કંપની ની બ્રાન્ચ ઓફિસ આવેલી છે અહીંયા થી સુરત ભરમાંથી આવતા પાર્સલ ભેગા કરીને ભારતભરમાં અલગ અલગ જગ્યાએ મોકલવામાં આવે છે કંપનીમાં કુરિયર મોકલનાર કંપની ઓનલાઇન સંપર્ક કરી કુરિયર કંપની મારફતે પોતાની પાર્સલો દુનિયાભરમાં મોકલે છે આ કુરિયર કંપની હેડ ઓફીસને બિહારથી જાણવા મળ્યું હતું કે તેમની કંપની ની ઉપર એક ગ્રાહકે ઓનલાઇન મંગાવેલ વસ્તુમાં ખોટું બનાવટી પાર્સલ મોકલવા બાબતે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી છે આ પાર્સલ કોસંબા ખાતેની કુરિયર કંપની ની ઓફિસ માંથી મોકલવામાં આવ્યું હોય કુરિયર કંપનીના સિક્યુરિટી મેનેજર દ્વારા તપાસ કરવામાં આવતા બિહાર મોકલેલું પાર્સલ કોસંબા થી જ મોકલવામાં આવ્યું હતું આ પાર્સલ સુરત ખાતેની WESHYP SURFACE ONLINE માલ સામાન વેચતી કંપની દ્વારા આ પાર્સલ કોસંબા ખાતે રેલી ઓફિસમાં આપી ગયા હોવાનું જાણવા મળ્યું હતું તેમણે આ અંગે વધુ તપાસ કરતા આ કંપની નું પાર્સલ સુરત થી એક ગાડી આવે છે જેથી કોસંબા બ્રાન્ચ ઓફિસ ના માણસો ને આ ગાડીને રોકવા જણાવ્યું હતું જ્યારે આ ગાડી પાર્સલ આપવા આવી હતી ત્યારે કુરિયર કંપનીના અધિકારીઓએ આવીને ત્યાં તપાસ કરતા આ કંપનીની ગાડી નંબર GJ 05 AK8749 મા રિજેક્ટ થયેલા પાર્સલ લોડિંગ થઇ રહ્યા હતા અને નવા પાર્સલ આ ગાડી એ આપ્યા હતા જેથી ઓફિસ માં મુકેલા પાર્સલ માંથી એક બે પાર્સલ ખોલીને ચેક કરતા આ પાર્સલ ની ઉપર ટેબલેટ હોવાનું લખવામાં આવ્યું હતું પરંતુ પાર્સલની અંદર કાગડીયા અને કચરો ભરાયેલો હતો જેથી આ અંગે વધુ તપાસ કરતા આ વેબસાઈટ સુરતમાં રહેતા આકેશ આકાશ મુકેશભાઈ રાદડિયા અને ચિરાગ વિજયબારૈયા ચલાવતા હતા વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે ડેમો વેબસાઈટ ના માધ્યમે ઓનલાઈન જાહેરાત કરી લોકોને સસ્તા ટેબ્લેટ આપવાની લાલચ આપી તેમને ફસાવતા હતા અને તેમને ટેબલેટ ના નામે કચરો પાર્સલમાં મોકલાવતા હતા માત્ર 2500 રૂપિયા માટે કોઈ ગ્રાહક છેતરાયા બાદ પણ ફરિયાદ કરવા આવતા ન હોય આ બે ઈસમો અત્યાર સુધી હજારો લોકોને આ પ્રકારે ચૂનો ચોપડી કુરિયર કંપની દ્વારા વધુ તપાસ કરતા અત્યાર સુધીમાં આ ઈસમોએ આ કુરિયર કંપની માધ્યમથી 883 નંગ પાર્સલ ભારતના વિવિધ સ્થળે મોકલાવ્યા છે અને લોકો સાથે આ જ પ્રમાણે છેતરપિંડી કરી છે જેથી કરીને કોસંબા પોલીસ સ્ટેશનમાં આ બંને વિરુદ્ધ જીતેન્દ્ર બાજીરાવ ગાડે સિક્યુરિટી મેનેજર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય એ છે કે આ બંને આ જ પ્રકારે જો અન્ય કુરિયર કંપની નો ઉપયોગ કરી જો ભારતમાં અન્ય લોકોને પણ આ જ પ્રકારે છે ત્યાં હોય તો આ છેતરપિંડીનો આંકડો કરોડોમાં પહોંચે તેમ છે જેથી કરીને પોલીસ યોગ્ય તપાસ કરે તે જરૂરી છે