– શિતલ ટોકિઝ પાસે જુગારધામ ચલાવનાર યોગેશ નામનો શખ્સ ફરાર
સુરત : રાંદેર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાંથી મસમોટું જુગારધામ ઝડપાયું છે.સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યાં હોય છે. જેમાં 50થી 100 જેટલા જુગારીઓને ઝડપી લેવામાં સફળતા મળી છે.શિતલ ટોકિઝ પાસે જુગારધામ ચલાવનાર યોગેશ નામનો માથાભારે ફરાર થઈ ગયો છે. જ્યારે અન્ય જુગારીઓ પણ વિજિલન્સની ટીમને જોઈને જુગારધામથી નાસી જવા પ્રયત્નો કરતા હોય છે એ દરમિયાન વિજિલન્સની ટીમ તમામને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરે છે.જુગારીઓના 30થી વધુ વાહનો પણ જપ્ત કરવામાં આવ્યાં છે.
સ્થાનિક પોલીસને જાણ કરાયા વગર જ વિજિલન્સે રેઈડ કરી હતી.
રાંદેર વિસ્તારમાં ટ્રાફિકથી ધમધમતા શિતલ ટોકિઝ પાસે જુગાર ધામ ચાલતું હોય છે.સ્થાનિક પોલીસને જાણ કર્યા વગર જ સ્ટેટ વિજિલન્સની ટીમે રેઈડ કરીને જુગારીઓ ભાગે તે અગાઉ જ ઝડપી લીધા છે.મુદ્દામાલ સાથે જુગારીઓને ઝડપી લીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા
સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા રાંદેર વિસ્તારમાં ભર બપોરે રેઈડ કરીને જુગારીઓને ઝડપી લીધા છે.જેથી સ્થાનિક પોલીસ DCB, PCB અને SOGની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.મહત્વપૂર્ણ છે કે,અગાઉ પણ સ્ટેટ વિજિલન્સની ટીમે આસિફ ગાંડાના જુગારધામ પર દરોડા પાડ્યા હતાં.