સુરત : તા 16 સોમવાર, 2023 : સુરતના લીંબાયત સ્થિત ગોવિંદનગર પાસે લુમ્સના કારખાનામાં આગ લાગી હતી,જેને લઈને અહી અફરાતફરીનો માહોલ સર્જ્યો હતો.બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ પર કાબુ મેળવી લીધો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.
ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી ફાયર વિભાગને 8.37 મીનીટે લીંબાયત ગોવિંદનગર પાસે આવેલા લુમ્સના કારખાનામાં આગ લાગ્યાનો કોલ મળ્યો હતો.જેથી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો.સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.વધુમાં રમેશભાઈ સાવલિયા અને ઘનશ્યામભાઈ ભાગીદારીમાં લુમ્સનું કારખાનું ધરાવે છે.લુમ્સના કારખાનામાં ગ્રાઉન્ડ ફ્લોર પર શોર્ટ સર્કીટ બાદ આગ લાગી હોવાનું અનુમાન છે.આગના કારણે કાપડનો જથ્તો બળીને ખાખ થઇ ગયો હતો.
લુમ્સના કારખાનામાં આગ લાગ્યા બાદ ધુમાડા નીકળ્યા હતા જેને લઈને અહી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.બીજી તરફ ત્યાં લોકોનું ટોળું પણ એકઠું થઇ ગયું હતું.આ ઉપરાંત બાજુમાં પણ અન્ય કારખાના હોય લોકોના જીવ તાળવે ચોટયા હતા.જો કે ફાયર વિભાગે ઘટના સ્થળે આવી આગ પર કાબુ મેળવી લેતા સૌકોઈએ રાહતનો દમ લીધો હતો.સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.પરંતુ આગના કારણે કારખાનામાં રહેલો કાપડનો જથ્થો બળીને ખાખ થઇ ગયો હોવાનું જાણવા મળ્યું હતું.