સુરત,તા.17 જાન્યુઆરી 2023,મંગળવાર : સુરત સલામતપુરા પોલીસ મથકની હદમાં માન દરવાજા ખાતે પૈસાની લેતીદેતીમાં માથાભારે ઈસમના ભાઈ પર તલવાર વડે જીવલેણ હુમલો કરી તેના બન્ને હાથના કાંડા કાપી નાખવામાં આવ્યા છે.આ મામલે સલામતપુરા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી હુમલાખોર પિતા પુત્રની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ માન દરવાજા ખાતે રહેતા બંટી પટેલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે રવિવારે મોડી રાત્રે તેના બનેવી અનુના નાના ભાઈ રોની પર માન દરવાજા રાહત કોલોની પાસે ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો.કાનજી ઉર્ફે કાનો મેઘજી ગિલાતર અને તેના બે દીકરા રોહિત ઉર્ફે રાવણ તેમજ રાહુલ ઉર્ફે વડાપાવ દ્વારા તલવારના ઉપરા ઉપરી ઘા મરાતા આખા વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.તો જીવલેણ હુમલો કરી પિતા પુત્ર ભાગી છૂટયા હતા.ત્યાં લોહી લુહાણ હાલતમાં રોણીને રસ્તા પરથી લોકો ઊંચકી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા બનાવને પગલે સલામતપુરા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.અને ગુનો દાખલ કરી ગણતરીના સમયમાં પિતા પુત્રોની ધરપકડ કરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે રોનીના મિત્ર કોમલ ઠક્કરના પૈસા બાબતે રોની અને રાહુલ વડાપાવ વચ્ચે રકજક થઈ હતી.જેની અદાવત રાખી અને તેના બે પુત્ર રોહિત તથા રાહુલએ રોની ને તલવારના આડેધડ ઘા માર્યા હતા.અને રોનીના બંને હાથના કાંડા કાપી નાખ્યા હતા.હાલ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી ત્રણેયની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ હુમલામાં એક યુવકના કાંડા કાપી નાખવામાં આવ્યા છે.સુરતના માન દરવાજા ખટોદરા કોલોની ખાતે આવેલી ગાંધીનગર વસાહતમાં રહેતા બંટી સતીશ પટેલના બનેવી અને માથાભારે છાપ ધરાવતા અન્નુના નાનાભાઈ રોની ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.રોની પર માન દરવાજા રેલ રાહત કોલોની પાસે ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો.
સલાબતપુરા પોલીસ દોડતી થઈ
તલવાર વડે જીવલેણ હુમલો કરી નાસી છૂટ્યા બાદ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પડેલા રોનીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.બનાવ અંગે પોલીસને જાણ થતાં સલાબતપુરા પોલીસ દોડતી થઈ ગઈ હતી.ઘટના અંગે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.