– પાયલોટની ગંભીર જ નહીં ગુનાહિત બેદરકારી આવી સામે
– વીડિયોમાં પ્લેન રન વે ઉપર દોડી ટેકઓફ કરતું પણ દેખાય છે
– પ્લેન ઉડાવતો આ ટાબરિયો કોઈ નેતાના ઘરનો હોવાની ચર્ચાઓ
જીવના જોખમે સ્ટંટ કરતાં લોકોના અને ખાસ કરીને આ પ્રકારના યુવાનોના વિડીયો અવારનવાર સામે આવતા રહે છે.પરંતુ હાલ સુરતમાં એક એવો વિડિયો વાયરલ થયો છે જેમાં પાયલોટે તેની બાજુની સીટ પર એક ટાબરીયાને બેસાડ્યો છે.જેના હાથમાં સ્ટીયરીંગ અને તેને હેડફોન પહેરાવી ટેક ઓફ ની સૂચનાઓ આપવામાં આવી રહી છે.ત્યારે આ પ્રકારની હરકત એ ફક્ત બેદરકારી નહીં પરંતુ ગુનાહિત પ્રવૃત્તિ પણ કહી શકાય.
સુરતમાં હાલ એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.જેમાં પાયલોટે તેની બાજુમાં એક ટાબરિયાને બેસાડ્યો છે અને તેને હેડફોન પહેરાવી તેના હાથમાં સ્ટેરીંગ આપી ટેક ઓફની સૂચનાઓ આપવામાં આવી રહી છે.એટલું જ નહીં પરંતુ આ સાથે વીડિયોમાં પ્લેન રનવે ઉપર દોડી ટેક ઓફ કરતું પણ દેખાય છે.જેથી આ વિડીયો વાયરલ થતાં પાયલોટની ગંભીરજ નહિ પણ ગુનાહિત બેદરકારી પણ દેખાઈ રહી છે.
હવાઈ મુસાફરી કરનારા લોકોને ખબર જ હશે કે પ્લેન ટેક ઓફ અને લેન્ડિંગ કરે ત્યારે વિશેષ ધ્યાન આપવામાં આવે છે મુસાફરોને બેલ્ટ બાંધી રાખવા માટે કહેવામાં આવે છે અને પાયલોટ સહિતનો સ્ટાફ વિશેષ જણાઈ આવે છે ત્યારે આવી સ્થિતિમાં ટાવરિયો પાયલોટની સીટ ઉપર બેસી યાંત્રિક ગતિવિધિ કરતો જોવા મળે એ આશ્ચર્ય સાથે ચિંતાજનક બાબત કહેવાય,આ બાળકે મસ્તી કરતા જો કોઈ ભૂલ કરી દીધી હોત તો પ્લેનની શું સ્થિતિ હોત એની ગંભીરતા કદાચ પાયલોટે નજર અંદાજ કરી છે.
સૂરતમાં કાલે પોલીસ મથકના લોકાર્પણ દરમ્યાન હર્ષ સંઘવી દ્વારા લાયસન્સ વિના ગાડી ચલાવનારા,જોખમી રીતે ડ્રાઇવિંગ કરનારા પોલીસ છોડશે નહીં તેવું જણાવ્યું હતું.ત્યારે રોડ સેફટીની વાત વચ્ચે સુરત શહેરના ચોક્કસ વર્ગમાં આ વિડીયો ફરતો થયો છે અને પ્લેન ઉડાવતો આ ટાબરિયો કોઈ નેતાના ઘરનો હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે.હાલ તો આ વિડીયો ક્યાંનો છે તે અંગે કોઈ સ્પષ્તા થઈ નથી અને આ વાયરલ વિડ્યો અંગે વોચ ગુજરત કોઈ પુષ્ટિ કરતું નથી.