By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરતના હીરા દલાલને ફોન આવ્યો કે સારી આઇટમ આવી છે મજા આવશે, અચાનક પોલીસ આવી પહોંચી અને પછી…
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતના હીરા દલાલને ફોન આવ્યો કે સારી આઇટમ આવી છે મજા આવશે, અચાનક પોલીસ આવી પહોંચી અને પછી…
GeneralSurat

સુરતના હીરા દલાલને ફોન આવ્યો કે સારી આઇટમ આવી છે મજા આવશે, અચાનક પોલીસ આવી પહોંચી અને પછી…

HM News
Last updated: 09/08/2021 12:53 PM
HM News
4 years ago
Share
SHARE

સુરત : શહેરમાં હનીટ્રેપના કિસ્સાઓ સતત વધી રહ્યા છે.જેમાં 22 વર્ષના હીરા દલાલ પાસેથી નકલી પોલીસ બનીને ત્રણ લાખ રૂપિયા ખંખેરી લીધા હતા. પુણા સીમાડા વિસ્તારમાં રહેતા 22 વર્ષીના હીરા દલાલના સંપર્કમાં આવેલી એક મહિલાએ ફોન કરીને સારી આઇટમ આવી છે તેમ કહીને તેને લલચાવ્યો હતો.હીરા દલાલ પુણાગામની એક સોસાયટીના મકાનમાં બોલાવ્યો હતો.અહીં યુવકને એક યુવતી પાસે મોકલી આપવામાં આવ્યો હતો. જ્યાં તે અર્ધનગ્ન હાલતમાં હતો ત્યારે તેની તસવીરો પાડી લેવામાં આવી હતી.

જો કે ત્યારે અચાનક પોલીસ ત્રાટકી હતી.આ પોલીસે પિસ્તોલ બતાવીને હીરા દલાલ પાસેથી 5 લાખ રૂપિયાની માંગ કરી હતી.આખરે 3 લાખમાં ડીલ પાક્કી થઇ હતી. હીરા દલાલ પાસેથી નાણા પડાવી લીધા હતા.અત્રે નોંધનીય છે કે, હીરા દલાલ લાંબા સમયથી મંજુ નામની મહિલાના સંપર્કમાં હતો.તે મંજુને મળતો રહેતો હતો અને તેની સાથે ફોન પર પણ વાતો કરતો રહેતો હતો.દરમિયાન ગત્ત પાંચમી તારીખે મંજુએ દલાલને ફોન કરીને ખુબ જ સારી આઇટમ આવી હોવાનું કહીને સીતાનગર ચોકડી પાસે બોલાવ્યો હતો.

હીરા દલાલે ત્યાં પહોંચી કોલ કરતા તેને પુણાગામની વિક્રમનગર સોસાયટીના ઘર નંબર 173 ના પહેલા માળે આવવા માટે જણાવ્યું હતું.જ્યાં પહોંચતા જ તેને એક અત્યંત સ્વરૂપવાન યુવતી સાથે રૂમમાં મોકલાયો હતો.રૂમમાં પહોંચતા જ યુવતીએ કપડા કાઢી નાખ્યા હતા.જો કે ત્યાં જ પોલીસ આવી પહોંચી હતી અને તેમણે હીરા દલાલને ધમકાવીને પાંચ લાખ રૂપિયામાં કેસની પતાવટ કરવાની ઓફર આપી હતી.આખરે 3 લાખ રૂપિયામાં પતાવટ થઇ હતી.હીરા દલાલને તેના મિત્રોને ફોન કરી પૈસા મંગાવ્યા હતા.ત્યાંથી પૈસા મળી ગયા બાદ તેને છોડી દીધો હતો. જો કે પોતે છેતરાયો હોવાનુ લાગતા હીરા દલાલે મંજુ,દીપક ઝાલા અને પત્ની હીરલ ઝાલા ઉપરાંત ભારતી અને ચાર નકલી પોલીસ સહિત કુલ 8 લોકો વિરુદ્ઘ ગુનો નોંધાવ્યો છે.

AAPના પ્રદેશ અધ્યક્ષનો PMને અપશબ્દ કહેતો વીડિયો વાઇરલ થતા રાજકારણ ગરમાયું : જુઓ વિડિઓ
ચીન છોડી રહેલી કંપનીઓ માટે ભારત શ્રેષ્ઠ વિકલ્પ, 10 મેગા ક્લસ્ટરની યાદી તૈયાર
રાજભવનની સામે વિરોધ પ્રદર્શન, ધાનાણી અમિત ચાવડા સહિત કાર્યકરોની અટકાયત
હવાલા કૌભાંડમાં ઇડીની મોટી કાર્યવાહી : સુરતના મદનલાલ જૈનની પ્રોપર્ટી સીઝ
રેલવેએ 31 માર્ચ સુધી રાજધાની-દુરંતો સહિત આ 22 ટ્રેનો કરી રદ્દ
Share This Article
Facebook Email Print
Previous Article આજથી પવિત્ર શ્રાવણ માસ શરૂ, શિવભક્તો પૂજા વખતે ભૂલથી પણ ન કરે આ 4 ભૂલ
Next Article બે સંતાનો અને પત્નીને છોડી પોલીસ કોન્સ્ટેબલ યુવતીને લંડન ભગાડી ગયો? જાણો ચકચારી કેસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up