By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરતના હીરા બુર્સમાં 15 માળના 9 ટાવરમાંથી 13મો માળ જ કાઢી નાંખવામાં આવ્યો, જાણો કેમ આ નિર્ણય લેવાયો?
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતના હીરા બુર્સમાં 15 માળના 9 ટાવરમાંથી 13મો માળ જ કાઢી નાંખવામાં આવ્યો, જાણો કેમ આ નિર્ણય લેવાયો?
GeneralSurat

સુરતના હીરા બુર્સમાં 15 માળના 9 ટાવરમાંથી 13મો માળ જ કાઢી નાંખવામાં આવ્યો, જાણો કેમ આ નિર્ણય લેવાયો?

HM News
Last updated: 02/08/2021 9:32 AM
HM News
4 years ago
Share
SHARE

અમેરિકાનું સંરક્ષણ મથક પેન્ટાગોન કરતાં પણ મોટી જગ્યા 66 લાખ સ્કે.ફૂટમાં આકાર લઈ રહેલા સુરત ડાયમંડ બુર્સનું નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે.વર્ષના અંત સુધીમાં તેને શરુ કરી દેવા બુર્સની કમિટી દ્વારા તજવીજ હાથ ધરાઈ છે. આૃર્યની વાત એ છે કે, આ બુર્સમાં શુકન અને અપશુકનને લીધે 15 માળના 9 ટાવરમાંથી 13મો માળ જ કાઢી નાંખવામાં આવ્યો છે.તેના સ્થાને વિશેષ ડમી નંબરનો માળ હશે.નંબર 13ને હીરા ઉદ્યોગના ઘણા લોકો અપશુકનિળાય માની તે માળ ઉપર ઓફિસ લેવા તૈયાર નહીં થતાં હોવાથી કમિટીએ આ નિર્ણય લીધો છે.

થોડા સમય પૂર્વ જ રાજ્યના મુખ્યમંત્રીએ શહેરમાં હાજરી દરમિયાન ખજોદ ડ્રીમ સિટી પ્રોજેક્ટ અંતર્ગત આકાર લઈ રહેલા સુરત ડાયમંડ બુર્સની ઓફિસની ઉડતી મુલાકાત લીધી હતી.મુલાકાત દરમિયાન બુર્સના વખાણ કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત ઘણી બાબતો માટે પ્રખ્યાત છે. બુર્સ તૈયાર થયા બાદ તે દુનિયાની સૌથી મોટી કોર્પોરેટ ઓફિસ બનશે.સુરત અને ગુજરાતના ઉદ્યોગોને વેગ પુરો પાડશે.ગત અઠવાડિયા દરમિયાન જ કસ્ટમના અધિકારીઓ દ્વારા હીરાની સરળતાથી આયાત-નિકાસ થાય તે માટે કસ્ટમ હાઉસ તૈયાર કરવા પરવાનગી આપી છે.મુંબઈ કરતાં પણ ૩ ઘણું મોટું 25,૦૦૦ સ્કે.ફૂટમાં કસ્ટમ હાઉસ પણ આ બુર્સમાં તૈયાર થશે.

હવે પ્રોજેક્ટ પૂરો થવાનું કાઉન્ટ ડાઉન શરુ થઈ ગયું છે ત્યારે બુર્સ કમિટીના સભ્યોએ જણાવ્યું હતું કે, બુર્સની વધુ એક વિશેષતાં એ છે કે 15 માળના 09ટાવરમાં 13મો માળ જ કાઢી નાંખવામાં આવ્યો છે.બુર્સ સાથે સંકળાયેલા મથુર સવાણી અને દિનેશ નાવડિયા જણાવે છે કે, બુર્સમાં સૌને ડ્રો થી ઓફિસની ફાળવણી કરવામાં આવી છે.જોકે, ઘણાં ઉદ્યોગકારો 13માં માળે ઓફિસ લેવા ઈચ્છતાં ન હતા. એટલા માટે ખાસ સાઈનેજ(સંજ્ઞા) એક્સપર્ટની મદદથી ૧૨ પછી સીધો ૧૪માં માળનું સાઈન ગોઠવી દેવાયું છે.માળનો નંબર 13 નહીં હોય, તેના સ્થાને વિશેષ ડમી નંબર હશે.આમ, બુર્સમાંથી 13મો માળ કાઢી નાંખવામાં આવ્યો છે.

2000થી વધુને સ્ટાફ આખા બુર્સનું મેનેજમેન્ટ કરશે

4200 ઓફિસ ધરાવતું બુર્સ કાર્યરત થાય ત્યારે અંદાજે 1.80 થી 2 લાખ લોકો તેની રોજની મુલાકાત લેશે.તેવા સંજોગોમાં બુર્સના મેઈન્ટેનેન્સથી માંડીને સિક્યુરિટી અને સર્વેલન્સ સહિતની વિવિધ કામગીરીઓ માટે 2000થી વધુનો સ્ટાફ નિયુક્ત કરવામાં આવશે.

આઈ ટાવરનું સાઈનેજ પણ કાઢી નંખાયું

બુર્સમાં 9 ટાવર આવ્યા છે,જેને અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે નામ આપવામાં આવ્યા છે.જોકે, એ થી લઈને આઈ સુધીના 9 ટાવરને નામ આપવામાં આવ્યા હતા પરંતુ જ્યારે વધુ લોકો બુર્સના કેમ્પસમાં આવે ત્યારે સિક્યુરીટી ચેકિંગ બાદ કોમ્પ્યુટર જનરેટેડ પ્રિન્ટીથી એન્ટ્રી આપતાં આઈ મૂળાક્ષર એક જેવો વંચાતા આઈ મૂળાક્ષરનું સાઈનેજ કાઢીને જે મૂળાક્ષર આપવામાં આવ્યો છે.

જીવતા રહેવું હોય તો તાત્કાલિક સરેન્ડર કરો: યુક્રેનની સેનાને રશિયાનું અંતિમ અલ્ટીમેટમ
ગૃહ મંત્રાલયે બબ્બર ખાલસાના ઈંટરનેશનલ નેતા વાધવા સિંહ સહિત 9 લોકોને આતંકવાદી જાહેર કર્યા
બ્રેકિંગ@ગુજરાત : ગુજરાતમાં લોકડાઉન મુદ્દે આજ સાંજ સુધીમાં નિર્ણય લેવાશે, બપોરે મીટિંગ ,જાણો એક જ ક્લિકે
નર્મદા પોલીસ દ્વારા લોકડાઉનના કાયદાનો કડક અમલ : જિલ્લામાં આવન જાવન પર રોક
ભાજપના પૂર્વ ધારાસભ્ય સહિત બે વિરુદ્ધ મહિલા કોર્પોરેટરે બળાત્કારની ફરિયાદ કરી
Share This Article
Facebook Email Print
Previous Article સુરત શહેરમાં ગણપતિના આગમનની તૈયારીઓ શરૂ, ગાઇડલાઇન પ્રમાણે ઉજવાશે ગણેશોત્સવ : આયોજકો વાંચો શું છે ખાસ ગાઈડલાઈન
Next Article સ્વીટી મર્ડર કેસમાં ભાઈએ નવો ફણગો ફોડ્યો, કર્યો મોટો આક્ષેપ : કરજણ પોલીસની PIને બચાવવા ખુલ્લેઆમ મદદગારી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up