– એમ.ડી ડ્રગ્સ પ્રકરણમાં આંતરરાષ્ટ્રીય કનેક્શન બહાર આવ્યું
– મુંબઈનો ફેજલ ડ્રગ્સનો ઓર્ડર કરી ડ્રગ્સ મંગાવતો હોવાનું તપાસમાં બહાર આવ્યું
સુરતમાં અમરોલી વિસ્તારમાંથી થોડા દિવસ અગાઉ પકડાયેલ ચાર કરોડની કિંમતના એમ.ડી ડ્રગ્સ પ્રકરણમાં આંતરરાષ્ટ્રીય કનેક્શન બહાર આવ્યું છે.કેનેડાના ઇમરાન શેખને whatsapp કોલ પર મુંબઈનો ફેજલ ડ્રગ્સનો ઓર્ડર કરી ડ્રગ્સ મંગાવતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.જેને આધારે સુરત પોલીસે કેનેડામાં રહેતા ઇમરાન શેખને પકડવા માટે રેડ કોર્નર નોટિસ ઈસ્યુ કરવાની તૈયારી હાથ ધરી છે.
સુરત પોલીસે 14 નવેમ્બરના રોજ અમરોલીના કોસાડ આવાસમાંથી બે કિલો 176 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે કુખ્યાત ડ્રગ ડીલર સહિત બે વ્યક્તિની ધરપકડ કરી હતી ત્યારબાદ ડ્રગ સપ્લાયર ચંદન શર્માની ક્રાઈમ બ્રાન્ચ પોલીસે સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ધરપકડ કરી 1.79 કિલો ડ્રગ્સ નો જથ્થો ઝડપી પાડ્યો હતો.ચંદનની પૂછપરછમાં ડ્રગ્સનો જથ્થો તે મુંબઈના ફેઝલ પાસેથી ખરીદી સુરતમાં ટ્રક ડીલરને સપ્લાય કરતો હોવાની હકીકત સામે આવી હતી.ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ કરવા માટે એક પછી એક આ પ્રકરણમાં પોલીસ પેડલરની ધરપકડ કરી રહી છે ત્યારે ચંદન શર્માની પૂછપરછ બાદ તેને ડ્રગ્સનો જથ્થો પહોંચાડનાર ફેઝલની પણ સુરત પોલીસે ધરપકડ કરી હતી.ફેઝલની પૂછપરછમાં આ આખું નેટવર્ક કેનેડાથી ઓપરેટ થતો હોવાની ચોકાવનારી હકીકત સામે આવી છે.મુંબઈના વસઈ નો વતની ઇમરાન ઈશા શેખ બે વર્ષથી કેનેડામાં સ્થાયી થયો છે.ફેઝલ નઇમરાનને whatsapp કોલ કરી ડ્રગ્સ નો ઓર્ડર આપતો હતો.ત્યારબાદ ઇમરાન ફેજલને વિરાર વસઈ હાઇવે ઉપર આવી જવાનું કહેતો જ્યાં ઓવરબ્રિજ નીચે અથવા તો જાડી ઝાંખડામાં બિનવારસી રીતે મૂકવામાં આવેલું પેકેટ લઈ જવાનું કહેવાતું હતું અને ડ્રગ્સના નાણા પણ આ જ રીતે અવાવરું જગ્યાએ મૂકવા જણાવવામાં આવતું હોવાનું ફેજલ એ પોલીસને જણાવ્યું છે.
સુરત પોલીસે ઝડપી પાડેલા આ ડ્રગ્સ પ્રકરણમાં કેનેડામાં રહેતો ઇમરાન મુખ્ય સૂત્રધાર હોવાનું બહાર આવતા ક્રાઈમ બ્રાન્ચે આરોપીનો કબજો મેળવી શકાય તે માટે રેડ કોર્નર ઇસ્યુ કરવાની તૈયારી હાથ ધરી છે.ડ્રગ્સ નેટવર્કની તપાસમાં એક પછી એક ચોંકાવનારા પાસાઓ સામે આવી રહ્યા છે અને દિવસે ને દિવસે આ પ્રકરણ વધુ ગૂંચવાડા ભર્યું બની રહ્યું છે.હાલ આ પ્રકરણમાં કેનેડાના ઇમરાનની વાત સામે આવ્યા બાદ હવે આ ધંધામાં અન્ડરવર્લ્ડ કનેક્શનની શંકા પોલીસને જાગી છે.