સુરત : ઓરિસ્સાની ખૂંખાર ગેંગના લીડર અને ઓરિસ્સાના ગંજામમાં બિલ્ડરો,સરકારી કામ રાખતા કોન્ટ્રાકટરો પાસેથી હપ્તા વસુલી મામલે અન્ય ત્રણ ગેંગ સાથે ગેંગવોર દરમિયાન દેશી બોમ્બ જાતે બનાવી હરીફ ગેંગ પર ફેંકનાર તેમજ તેને પકડવા આવેલી પોલીસ પર પણ બોમ્બ ફેંકનાર અને ફાયરીંગ કરનાર ગંજામની કુખ્યાત મીટ્ટુ પ્રધાન ગેંગનો લીડર.મીટ્ટુ પ્રધાન બહેનના લગ્ન માટે પેરોલ પર છૂટી ત્રણ વર્ષથી ફરાર હતો અને હૈદરાબાદ,ચેન્નાઈ,મુંબઈ,પુણે,રાજસ્થાનમાં રહી છેલ્લા સાત દિવસથી સુરતમાં રહેવા આવ્યો હતો.સુધીર પાડી ગેંગનો ખાતમો બોલાવી દેવા દેશી બોમ્બ બનાવી હુમલો કર્યો હતો.જોકે, આ ઈસમ સુરતના ભેસ્તાન આવાસમાં રહેતો હોવાને લઈને પોલીસે તેને ઝડપી પાડવામાં સફળતા મળી છે.ૈ
ઓરિસ્સામાં દીલીપ ઉર્ફે મીટ્ટુ પ્રધાનની એક ગેંગ છે.જેમાં સાતેક પન્ટરો છે.મીટ્ટુ પ્રધાન ગેંગની દુશ્મનાવટ અન્ય હરીફ ગેંગ જેમકે,સુધીર પાડી ગેંગ,મહંતિ ગેંગ,સંતોષ રેડ્ડી ગેંગ છે.આ ગેંગસ્ટરોનું મુખ્ય કામ બિલ્ડરો અને સરકારી કોન્ટ્રાક્ટ રાખતા કોન્ટ્રાકટરો પાસેથી હપ્તા વસૂલીનું છે.જેના કારણે બે ગેંગ વચ્ચે ઓરિસ્સામાં ગેંગવોર વારંવાર થતી રહે છે.ગંજામમાં બિલ્ડરો,સરકારી કામ રાખતા કોન્ટ્રાકટરો પાસેથી હપ્તા વસુલી મામલે અન્ય ત્રણ ગેંગ સુધીર પાડી ગેંગ,નોરી મહંતી ગેંગ,સંતોષ રેડ્ડી ગેંગ સાથે દુશ્મનાવટ ધરાવતો મીટ્ટુ વર્ષ 2004 થી ગુનાખોરીની દુનિયામાં છે અને અગાઉ તેની 29 ગંભીર ગુનાઓમાં ધરપકડ થઈ છે.
વર્ષ 2013માં ફાયરીંગ કરી હત્યાના પ્રયાસના ગુનામાં ઝડપાયા બાદ કાચા કામના કેદી તરીકે બાણાપુર જીલ્લા જેલમાં બંધ મીટ્ટુ 1 મે, 2018ના રોજ બહેનના લગ્ન માટે 15 દિવસના પેરોલ પર છૂટ્યો હતો.પણ બાદમાં હાજર થવાને બદલે ફરાર થઈ ગયો હતો.
પેરોલ પર છૂટ્યા બાદ પણ હરીફ ગેંગો સાથે તેની અથડામણ ચાલતી હતી અને તે દરમિયાન તેણે દેશી બોમ્બ જાતે બનાવી હરીફ સુધીર પાડી ગેંગ પર ફેંક્યા હતા.
એટલું જ નહીં ખંડણીનો ગુનો પણ આચરનાર મીટ્ટુને પોલીસે પકડવા બે વખત પ્રયાસ કર્યો ત્યારે તેણે પોલીસ પર પણ બોમ્બ ફેંક્યા હતા અને ફાયરીંગ પણ કર્યું હતું.
પાંચ ગુનાઓ આચરી તે હૈદરાબાદ,ચેન્નાઈ,મુંબઈ,પુણે,રાજસ્થાનમાં રહી છેલ્લા સાત દિવસથી સુરતમાં રહેવા આવ્યો હતો.સુરતમાં તેણે પોતાના સાગરીતના પરિચિતને ત્યાં તેમ કહી આશરો લીધો હતો કે તે નોકરીની શોધમાં આવ્યો છે.હાલમાં 15 દિવસથી એક મિત્રના ઘરે ભેસ્તાન વિસ્તારમાં પાલિકાના આવાસમાં રહેતો હોવાની વિગત પોલીસને મળી હતી.
જોકે, ખૂંખાર ગેંગના લીડર મીટ્ટુ પ્રધાન ખંડણી,ફાયરિંગ,બોમ્બથી હુમલો જેવા 5 ગુનાઓ ઓરિસ્સામાં નોંધાયેલા છે.અગાઉ ઓરિસ્સામાં 29 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.જેમાં ઘરમાં ઘુસી તોડફોડ,ધમકી, હત્યા,હત્યાની કોશિશ,ધાડ,ફાયરિંગ,લૂંટ,ચોરી, દેશી બોમ્બ,પિસ્તોલ,જેવા ગંભીર ગુનાઓમાં પકડાયેલો છે જેને આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ ઓલીસે આ મામલે વોચ રાખીને આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી જોકે આરોપીએ ઓડીસામાં સુધીર પાડી ગેંગનો ખાતમો બોલાવામાં મુખીય આરોપી છે જોકે સુરત પોલીસે આ ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ માટે ઓડિસા પોલીસને જાણકારી આપી છે.


