– વિશ્વમાં સુરત પહેલું સ્માર્ટ સિટી બનશે તેવી આશા; મેયર
સુરત,તા. 18 એપ્રિલ 2022,સોમવાર : સુરતના સરસાણા કન્વેન્શન ખાતે આજે સ્માર્ટ સિટી મિશનનો ત્રણ દિવસના સેમિનારનો પ્રારંભ થયો છે.સ્માર્ટ સિટી સેમિનારને ખુલ્લો મુકતા સરકારના મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું હતું કે સ્માર્ટ સિટી મિશનમાં અધિકારી રાજકારણી અને લોકોનો સહકાર મળતાં આ મિશનમાં સફળતા તરફ જઈ રહ્યો છે.આ સ્માર્ટ સિટી મિશન હવે મિશન ટુ મુવમેન્ટ બની ગયું છે.સરકારની યોજના સાથે અધિકારીઓ અને રાજકારણીઓ ઉપરાંત લોકો પણ સિધા જોડાયેલા રહે છે તેને કારણે આ યોજના વધુ સફળ થઇ રહી છે.
સ્માર્ટ સિટી સમિટમાં આવેલા મહેમાનો નું સ્વાગત કરતા મેયર હેમાલી બોધવાલા એ જણાવ્યું હતું કે, સુરતમાં સમૃદ્ધિની સાથે સાથે સ્માર્ટ નેશ પણ છે. સુરતમાં જે આવે છે એ સુરતના થઈ જાય છે એવો મિજાજ છે સુરતનો.સુરત દેશનું સૌથી પહેલું સ્માર્ટ સિટી બનીને ઉભરરસે તેવી આશા છે તેમ મેયર કહ્યું હતું.

શહેરી વિકાસ મંત્રી વિનોદ મોરડિયા એ જણાવ્યું હતું કે. ગુજરાતની ભૂમિ સરદાર પટેલની ભૂમિ છે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આજે સુરતમાં સ્માર્ટ સિટી સમિટ યોજાય તે ગૌરવની વાત છે. 2023માં આં મિશન પૂરું થવા જઈ રહ્યું છે.ત્યારે ગુજરાતના શહેરોની વાત કરવી રહી અમદાવાદ સુરત જેવા મોટા શહેરો જ નહી દાહોદ જેવા નાના શહેરો એ પણ આ મિશનમાં વિકાસ કર્યો છે.કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ જણાવ્યું હતું કે સ્માર્ટ સિટીમાં સુરતે ફીલ ધ સિટીનો અહેસાસ આફતને અવસરમાં પળતવનો મિજાજ સુરતનો છે.
નવસારીના સાંસદ અને ભાજપના પ્રમુખ આર પાટીલે જણાવ્યું હતું કે ગંદુ શહેર તરીકે ઓળખાતો હતો શહેરમાં નાની ગલીઓ હતી.પરંતુ હવે સુરતની ઓળખ તદ્દન બદલાઈ ગઈ છે.છેલ્લા 27 વર્ષથી સુરતમાં ભાજપના શાસન છે.અધિકારીઓ સાથે સંકલન અને લોકોને સહકાર મેળવીને સુરત એ સ્માર્ટ સિટીની સફર શરૂ કરી છે તેમાં ઘણી સફળતા મળી છે.

