– આપના કોર્પોરેટરની ફરિયાદ લાલગેટના પોલીસ ઇન્સ્પેક્ટરે ધ્યાને ન લીધી હોવાનો પણ આક્ષેપ
સુરત : સુરત આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટરો સામે લાલગેટ પોલીસ મથકમાં ગુનો નોંધાયો અને તમામની ધરપકડ કરવામાં આવી તે ઘટનામાં આપના કોર્પોરેટરને ભાજપના કેટલાક કોર્પોરેટરોએ માર માર્યો હોવાની વાતને ધ્યાને લઈ આપના આગેવાનોએ લાલગેટ પોલીસ મથકમાં ભાજપના કોર્પોરેટરો સામે ગુનો નોંધવાની રજૂઆત કરી હતી.પણ, બન્યું એવું કે આપના કોર્પોરેટરની ફરિયાદ લાલગેટના પોલીસ ઇન્સ્પેક્ટરે ધ્યાને ન લીધી તે ન જ લીધી.આખરે આપના આગેવાનોએ મંગળવારે સાંજે પોલીસ કમિશનરને રૂબરૂ મળી આ મુદ્દે ફરિયાદ કરી હતી.પોલીસ ઈન્સ્પેક્ટર ઝાલાએ માત્ર બેથી ત્રણ વ્યક્તિને કમિશનરને મળવા માટે જણાવતાં આમ આદમી પાર્ટીના આગેવાન દિનેશ કાછડીયાએ તેમની સૂચના માનવા ઈન્કાર કરતાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં થોડીવાર માટે વાતાવરણ તંગ બની ગયું હતું.
આમ આદમી પાર્ટીના કેટલાક આગેવાનોએ પોલીસ કમિશનર અજયકુમાર તોમરને રૂબરૂ મળી એવી રજૂઆત કરી હતી કે આમ આદમી પાર્ટીના તમામ એટલે કે 27 કોર્પોરેટરો સામે ગુનો નોંધાયો.તેમાં કોઇ જાતનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું ન હતું.જો ઇન્વેસ્ટિગેશન કર્યા વગર આમ આદમી પાર્ટીના કોર્પોરેટર સામે ગુનો નોંધાઈ શકતો હોય તો ઇન્વેસ્ટિગેશન કર્યા વગર ભાજપના કોર્પોરેટર સામે પણ ગુનો દાખલ કરવો જ જોઇએ.
પોલીસ કમિશનરે આમ આદમી પાર્ટીના આગેવાનોની રજૂઆત શાંતિથી સાંભળી યોગ્ય કરવાની ખાતરી આપી હતી.આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો તેમજ કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં પોલીસ કમિશનર કચેરીએ પહોંચી ગયા હતો પરંતુ પોલીસ ઈન્સ્પેક્ટર ઝાલાએ માત્ર બેથી ત્રણ વ્યક્તિને કમિશનરને મળવા માટે જણાવતાં આમ આદમી પાર્ટીના આગેવાન દિનેશ કાછડીયાએ તેમની સૂચના માનવા ઈન્કાર કરતાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં થોડીવાર માટે વાતાવરણ તંગ બની ગયું હતું.
ધર્મેશ ભંડેરીએ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી કે ખાખી વર્દીએ પોલીસનો ડ્રેસકોર્ડ છે.પોલીસની જેમ મનપાના માર્શલોને પણ પોલીસની વર્દી જેવો સરખો ડ્રેસ આપવામાં આવ્યો છે.જેના કારણે ઘણીવાર મનપામાં આવનાર લોકો તેને પોલીસ સમજી ગભરાઈ છે.માર્શલોનો આ ડ્રેસ કોર્ડ ચેન્જ કરી દેવો જોઈએ જેથી લોકોને ખબર પડે કે આપોલીસ નહીં પણ માર્શલ છે.
વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે લાલગેટ પોલીસ દ્વારા જે વ્હાલા દવલાની નીતિ અપનાવવામાં આવી તે મામલે પોલીસ કમિશનર અજયકુમાર તોમરને રજૂઆત કરી હતી.વિપક્ષ નેતાની ર રજૂઆ તને પગલે પોલીસ કમિશનરે ખાતરી આપી હતી કે આ મામલે નિષ્પક્ષ તપાસ કરાવવામાં આવશે.આગામી સમયમાં આ મામલે જે જરૂરી પગલાં લેવા પડશે તે પગલાં પણ લેવામાં આવશે.


