સુરત : કોરોના મહામારીના દોરમાં જ્યાં રોજ સેંકડોની સખ્યામાં લોકો દમ તોડી રહ્યા છે.આ દરમિયાન પણ કેટલાક લોકો પોતાના કરતુતોમાંથી બાજ નથી આવી રહ્યા.કોરોના દર્દીઓના જીવન રક્ષક રેમડેસિવિર ઈન્જેક્શનની કાળાબજારીનો એક વધુ કેસ સુરત શહેરમાં સામે આવ્યો છે.ક્રાઈમ બ્રાંચની ટીમે એક્સપાયરી ડેટનું ઈન્જેક્શન વેચતા બે યુવકોની ધરપકડ કરી છે,જેમાંથી એક ભાજપના પૂર્વ કોર્પોરેટરનો દીકરો પણ સામેલ છે.
ડૉક્ટરોની સક્રિયતાથી પકડમાં આવ્યા
એક સંક્રમિત કોરોના દર્દીને ઈન્જેક્શન લગાવતી વખતે ડૉક્ટરે એક્સપાયરી ડેટ જોઈ લીધી અને દર્દીના પરિજનને જણાવ્યું.પૂછપરછમાં પરિજને જણાવ્યું કે તેમણે આ ઈન્જેક્શન દિવ્યેશ પટેલ પાસેથી 7000 રૂપિયામાં ખરીદ્યુ હતું.ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચને સૂચના આપવામાં આવી.આ મામલે ભાજપના પૂર્વ કોર્પોરેટર સાધના પટેલના દીકરા દિવ્યેશ પટેલ અને તેના એક મિત્રને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.દિવ્યેશ પટેલ આ ઈન્જેક્શન 7000 રૂપિયામાં વેચ્યું હતું.
એક વર્ષ પહેલા લીધા હતા ઈન્જેક્શન
ક્રાઈમ બ્રાંચની પૂછપરછમાં આરોપી દિવ્યેશે જણાવ્યું કે તેણે રેમડેસિવિર ના કેટલાક ઈન્જેક્શન કેપી સિંઘવી હૉસ્પિટલમાં મેડિકલ સ્ટોર હેડ ઑફ ડિપાર્ટમેન્ટ વિશાલ અવસ્થી પાસેથી ગયા વર્ષે ખરીદ્યા હતા.આરોપીનું કહેવું છે કે તેણે એક જ ઈન્જેક્શન વેચ્યું છે અને દર્દીના સંબંધીને જણાવ્યું પણ હતું કે તેની પાસે એક્સપાયરી ડેટનું ઈન્જેક્શન છે.
જો કે, ક્રાઈમ બ્રાંચને શંકા છે કે આરોપી પોતાના બચાવમાં આ પ્રકારના નિવેદન આપી રહ્યો છે.હાલ રેમડેસિવિર ઈન્જેક્શનની કાળાબજારીને લઈ બંન્ને આરોપીઓની વધુ પૂછપરછ ચાલી રહી છે.સાથે જ મેડિકલ સ્ટોર હેડ ઑફ ડિપાર્ટમેન્ટ વિશાલ અવસ્થીની પણ પૂછપરછ ચાલી રહી છે.
ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર સહિત બે ઝડપાયા
કોરોના સંક્રમિત દર્દીના સંબંધીઓને એક્સપાયરી ડેટના રેમડેસિવિર ઇન્જેક્શન વેચવાના પ્રકરણમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી લીધી છે.જેમાં એક આરોપી ભાજપના
પૂર્વ કોર્પોરેટરના પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.સરથાણા વિસ્તારમાં રહેતા જીગ્નેશ પટેલ તેના મામાના દીકરા માટે રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવા માટે દિવ્યેશ સંજય પટેલનો સંપર્ક કર્યો હતો.એક ઇન્જેક્શન દિઠ દિવ્યેશ પટેલને 7000 હજાર ચૂકવ્યા હતાં.ડોક્ટર ઇન્જેક્શન એક્સપાયરી ડેટના હોવાનું જણાવતાં જીગ્નેશને એ દિવસે વનિતા વિશ્રામ ગામ પાસે બોલાવીને તેના ઈન્જેક્શન પરત આપ્યા હતાં.સમગ્ર ઘટનાની તપાસ કરતા ક્રાઈમ બ્રાન્ચે દિવ્યેશ પટેલની ધરપકડ કરી હતી.
એક વર્ષથી સ્ટોક પડ્યો હતો
ક્રાઈમ બ્રાન્ચે દિવ્યેશ પટેલની પૂછપરછ કરતા ઇન્જેક્શન કે. પી. સંઘવી હોસ્પિટલમાં મેડિકલ સ્ટોરના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ વિશાલ અવસ્થી પાસેથી લીધા હતાં દિવ્યશે વિશાલ અવસ્થી પાસેથી એક ઈન્જેક્શનના રૂપિયા 5400 ચૂકવ્યા આવ્યા હતા.વિશાલ અવસ્થી પાસે એક વરસથી આ ઇંજેક્શનનો સ્ટોક પડેલો હતો ઇન્જેક્શન તેણે દિવ્યેશને આપ્યા હતા.


