આજના ચૂંટણી પરિણામમાં સુરતમાં કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકી નથી અને સુરત મનપામાં AAP ની એન્ટ્રી થઈ ચૂકી છે.સુરતમાં AAP ને 27 સીટ ઉપર વિજય પ્રાપ્ત થયો છે.જયારે કોંગ્રેસ એક બેઠક પણ જીતી શકી નથી.જે કોંગ્રેસની કારમી હાર સાબિત થઇ રહી છે.જે કોંગ્રેસ સુરતમાં વિરોધ પક્ષ માંથી પણ બાકાત થઇ જવાનો વાળો આવ્યો છે.જો કે સુરતમાં અલ્પેશ કથીરિયા – પાસ અને કોંગ્રેસ વચ્ચેના ચૂંટણી ઉમેદવારને લઈને કરવામાં આવેલ વિવાદને કારણે સુરતમાં કોંગ્રેસે સીટો ઘુમાવવાનો વારો આવ્યો છે,જેમાં સૌથી વધુ ફાયદો આપને થયો છે.જેના કારણે સુરત મનપામાં AAPની એન્ટ્રી થઈ ચૂકી છે.ત્યારે આજે સુરતમાં કોંગ્રેસના સફાયા બાદ અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ નિવેદન આપતા જણાવ્યું છે કે,આજનું ચૂંટણી પરિણામ રાજકીય પક્ષોને તેમને વહાલાં થયેલ રાજકીય લોકોના મો પર તમાચો પડ્યો છે.લોકશાહીમાં હંમેશા જનતા એટેલે કે લોકમત સર્વોપરી હોય છે જે પ્રકારે સુરત શહેરમાં ચૂંટણી પરિણામો આવ્યા તે સ્પષ્ટ પણે આંદોલનકારી યુવાનોની તાકાત શું છે તે આ ચૂંટણી પરિણામે સ્પષ્ટ બતાવ્યું છે.તમામ જીતેલા અને હારેલા ઉમેદવારોને અભિનંદન આપીએ છીએ લડે તે જ હારી કે જીતી શકે છે અને તમામ લોકો ને પોતાની શક્તિનો અંદાજો આવી શકે જે પ્રકારે રાજકીય પક્ષો કોઈ પણ સમાજ કે સંગઠન નો માત્ર પોતાની રાજનીતિ માટે ઉપયોગ કરતી હોય ત્યારે તેમની શક્તિ શું પરિણામ લાવી શકે તેનો આ અંદાજો કોંગ્રસને જોવા મળ્યો છે.
ખાસ છેલ્લે એટલું જ કહીશ કે આ અમારા સંગઠન અને સમાજ ની તાકાત છે અમને કોઈ ગુમાન કે અભિમાન નથી પણ જે અમારી સાથે ગુમાન કે અભિમાન કરશે તેને ચોક્કસ ઝુકાવીશું.


