– ‘સતર્ક રહે સાવધાન રહે કોરોના વાઈરસ કો આપ કપડો સે બી પહેચાન શકતે હૈ’ નિઝામુદ્દીન
યુવાને પોસ્ટ વાંચતાની સાથે તુરંત જ પોલીસ કમિશ્નરને મેઇલ થકી અરજી કરતા અમરોલી પોલીસે ફરિયાદ નોંધી પોસ્ટ મુકનાર ઉમેશ મેર નામના ફેસબુક એકાઉન્ટ ધારકની શોધખોળ શરૂ કરી
સુરત, તા. 8 એપ્રિલ 2020 બુધવાર
જીવલેણ કોરોના વાઈરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે અમરોલી વિસ્તારના એક યુવાનના ફેસબુક આઇડી પર `સર્તક રહે સાવધાન રહે કોરોના વાયરસ કો આપ કપડો સે બી પહેચાન શકતે હૈ` નિઝામુદ્દીન લખેલા ફોટો અને અન્ય કોમી ઉશકેરણીજનક મેસેજ મોકલાવી હિંસા ભડકાવવાનો પ્રયાસ કરનાર વિરૂધ્ધ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે.
અમરોલી વિસ્તારમાં રહેતા મનીષ ભાટિયા નામના એક યુવાનના ફેસબુક આઇડી પર ત્રણેક દિવસ અગાઉ ઉમેશ મેર(http://facebook.com/umesh.hapani.10) નામના ફેસબુક એકાઉન્ટ ધારકે પોસ્ટ કરી હતી કે `સર્તક રહે સાવધાન રહે કોરોના વાયરસ કો આપ કપડો સે બી પહેચાન શકતે હૈ` નિઝામુદ્દીન લખેલો ફોટો અને અન્ય કોમી ઉશકેરણીજનક પોસ્ટ અપલોડ કરી હતી.
ઉલ્લેખનીય છે કે સમગ્ર વિશ્વભરમાં હાહાકાર મચાવનાર જીવલેણ કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે પ્રથમ જનતા કર્ફયુ અને ત્યાર બાદ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું.
જનતા કર્ફયુ બાદ દેશવાસીઓને આહવાન કરવામાં આવ્યું હતું કે ભીડ એકત્ર કરવી નહિ અને કોઇ પણ જાહેર કાર્યક્રમ કરવા નહિ તેમ છતા દિલ્હીના નિઝામુદ્દીન ખાતે તબલિગીઓની જમાત મળી હતી. આ જમાતમાં દેશ-વિદેશથી લોકો આવ્યા હતા અને તેનાથી વાયરસના સક્રમણના દર્દીઓની સંખ્યામાં વધારો થયો હોવાનું મનાય રહ્યું છે. જેથી આ મુદ્દે હાલમાં હોટ ઇસ્યુ બન્યો છે તેવા સંજોગોમાં ઉમેશ મેર નામના ફેસબુક એકાઉન્ટ ધારકની પોસ્ટથી કોમી ઉશ્કેરણી થાય તેવી શક્યતા હોવાથી મનિશ ભાટિયાએ આ અંગે પોલીસ કમિશનરને અરજી કરી હતી. જેના આધારે અમરોલી પોલીસે ફરિયાદ નોંધી કોમી ઉશ્કેરણીજનક પોસ્ટ કરનાર ઉમેશ મેર વિરૂધ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.


