સુરત, 15 જુલાઈ : વૈશ્વિક મહામારી કોરોનાએ ભારતના માનવીય જીવનને છિન્નભિન્ન કરી નાખ્યું છે.ગુજરાતમાં પણ પ્રતિ દિન મોટી સંખ્યામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે.ત્યારે સુરત શહેર-જિલ્લામાં કોરોના વકરી ગયો છે અને સ્થિતિ દિવસે ને દિવસે બેકાબુ બની રહી છે.જેના કારણે સુરત શહેરમાં હવે મૃતકોનો કુલ આંક 317 પર અને શહેર-જિલ્લામાં મૃતકોનો કુલ આંકડો 355 પર પહોંચ્યો છે.
સુરત શહેરમાં મનપા દ્વારા રોજ સાંજે જે યાદી જાહેર કરવામાં આવે છે તેમાં 5થી 7 મૃતકો અને બાદમાં રાત્રીના 9 કલાક બાદ નવી સૂચિ જાહેર કરવામાં આવે છે અને તેમાં લગભગ રોજ 10થી 12 નવા મૃતકોની યાદી જાહેર કરવામાં આવે છે.શું રોજ સાંજના 7 કલાક બાદ 2 કલાકના અંતરાલમાં 10થી 12 દર્દીઓ મૃત્યુ પામે છે ? સુરતમાં સતત વધીરહેલા કેસના પગલે અમદાવાદ સિવિલ હોસ્પિટલથી તબીબો મોકલવામાં આવ્યા છે.બીજી તર શહેરની એક પણ ખનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીની સારવાર માટે જગ્યા નથી.ત્યારે ડાયમંડ અને ટેક્સ્ટાઇલ નગરી તરીકે પ્રસિદ્ધ સુરત શહેરની હાલની પરિસ્થિતિ અતિ ભયાનક છે તે વાતનો તંત્ર કદાચ સ્વીકાર ન કરે પણ લોકોએ આ વાત સ્વીકરી લીધી છે અને તંત્ર દ્વારા મૃતકોનો આંકડો યેન કેન પ્રકારે છુપાવવામાં આવી રહ્યો હોય તે વાતને પણ જનમાનસે સ્વીકરી લીધી છે.