સુરત પર કોરોનાનો કહેર યથાવત વરસતો જોવામાં આવી રહ્યો છે.આજે પણ સુરતમાંથી અધધધ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે.સરકારી તંત્ર – સહકારી તંત્ર અને લોકો પણ જ્યારે કોરોના સંક્રમણને વધતુ રોકવા માટે સુરતમા કામે લાગ્યા છે અને તો પણ કોરોના બેકાબૂ જોવામાં આવી રહ્યો છે.અરે કોરોનાનાં વધતા કહેરનાં કારણે આંશીક લોકડાઉન લાગુ કરી દેવાયું હોય તેવું પ્રતિત થઇ રહ્યું છે અને છતા આટલા કોરોના પોઝિટિવ કેસ સામે આવતા લોકોમાં ફફડાટ જોવામાં આવી રહ્યો છે.
સુરતમાં કોરોનાના 140 પોઝિટિવ કેસ નોંધવામાં આવતા હાહાકાર મચી જવા પામ્યો છે.સુરત શહેરમાંથી 105 અને ગ્રામ્યમાં 35થી કોરોના પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા છે.સુરતનો કોરોના ગ્રાફ છેલ્લા ઘણા દિવસથી ઉપર જ ઉપર જઇ રહ્યો છે, ત્યારે બપોર સુધીમાં 140 કેસ સામે આવતા સુરત કોરોના મામલે અમદાવાદની હરીફાઇમાં હોવા જેવું લાગી રહ્યું છે.આપને જણાવી દએ કે,અત્યાર સુધી સુરત જિલ્લામાં કોરોનાનાં કુલ કેસ 11798 નોંધવામાં આવી ચૂક્યા છે.


