– કુલ કેસ 73499, મરણઆંક 1265, જયારે 761 ને ડિસ્ચાર્જ મળ્યો, 1067 દર્દી ગંભીર
સુરત : સુરતમાં કોરોના વિકરાળ સ્વરૃપ ધારણ કર્યુ હતુ.સિટીમાં આજે સત્તાવાર 15 અને જીલ્લામાં 1મળી કુલ 16 વ્યકિતના મૃત્યુ નોંધાયા છે.સિટીમાં નવા 913 અને જીલ્લામાં 239 મળી કોરોનાનાં નવા 1152 દર્દી નોંધાયા છે.તો શહેરમાંથી વધુ 620 અને ગ્રામ્યમાંથી 141 મળી કુલ 761 દર્દીને રજા અપાઇ હતી.
આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત શનિવારે નોંધાયેલા 15 મોતમાં પુણાગામનાં 50 વર્ષીય મહિલા,પાલનાં 59 વર્ષીય પ્રોઢ,પાંડેસરાના 45 વર્ષના આધેડ,રાંદેરના 48 વર્ષનો આધેડ,યોગીચોકના 52 વર્ષના મહિલા,સીમાડાગામના 65 વર્ષના વૃદ્ધ,પરવટ પાટીયાના 51 વર્ષના આધેડ,વરાછાના 42વર્ષનો યુવાન,કાપોદ્રાના 65 વર્ષના વૃદ્ધ,ડીંડોલીનો 37 વર્ષીય યુવાન,અલથાણના 80 વર્ષના વૃદ્ધા,રામપુરાના 63 વર્ષના વૃદ્ધ,પાલના 69 વર્ષના વૃદ્ધ,લિંબાયતના 53 વર્ષના મહિલા અને ઉધનાની30 વર્ષના મહિલાનો સમાવેશ થાય છે.જ્યારે ગ્રામ્યમાં પલસાણામાં 50 વર્ષનાઆધેડને કોરોના ભરખી ગયો છે.
સિટીમાં નવા 913 કેસ પૈકી સૌથી વધુ અઠવામાં 155, રાંદેરમાં 143 , સેન્ટ્રલમાં 118 અને વરાછા-એ માં 107 કેસ છે.સિટીમાં કુલ કેસ 56,641 અને મૃત્યુઆંક 973 થયો છે.ગ્રામ્યમાં કુલ કેસ 16,858, મૃત્યુઆંક 292 છે.સિટી-ગ્રામ્ય મળીને કુલ કેસનો આંક 73,499 અને મૃત્યુઆંક 1265 છે.સિટીમાં સાજા થનારા દર્દીઓનો આંક 52,490 અને ગ્રામ્યમાં 14,713મળીને કુલ આંક 67,203 થયો છે.


