સુરત શહેરમાં કોરોના બેકાબુ બની ગયો છે અને સંખ્યાબંધ મોત થઈ રહ્યા હોવાના બહાર આવેલા અહેવાલો બાદ કેન્દ્ર સરકારની આરોગ્યની ટીમ સુરત માં પહોંચી ગઈ છે અને સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ આજે સુરત સિવિલ હોસ્પિટલ અને અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કઈ કોરોના વકરવાના કારણો અને તેને સોલ્વ કરવા અંગે ની વ્યૂહરચના ઘડવા પ્રયાસો શરૂ કર્યા છે.
કેન્દ્ર ની ચાર સભ્યોની ટીમમાં નીતિ આયોગના સભ્ય વિનોદ પોલ,ICMRના ડાયરેકટર જનરલ બલરામ ભાર્ગવ,AIIMS(ઓલ ઈન્ડિયા ઈસ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ)ના ડિરેક્ટર રણદીપ ગુલેરીયા અને આર.પી. આહુજા એડિશનલ સેક્રેટરી હેલ્થ એન્ડ ફેમિલી ડિપાર્ટમેન્ટ આવ્યાં છે.જેઓએ આજે સિવિલ હોસ્પિટલમાં બેઠક યોજી અને તબીબો અને મેડિકલ સ્ટાફને સેવાની ખામીઓ નિવારવા સૂચન કર્યું છે. સાથે જ તબીબોને પડી રહેલી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરવામાં આવી છે.
સુરતમાં કોરોનાના કારણે 400થી વધુ મૃત્યુ થવા ઉપરાંત પોઝિટિવ કેસ 7900 ઉપર થઈ ગયા છે.સુરતની સ્થિતિ ગંભીર બનતા કેન્દ્રના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓની ટીમ સુરત આવી પહોંચી છે.સુરતની કૉવિડ હોસ્પિટલમાં કામ કરતા મુખ્ય તબીબો અને કેન્દ્રીય ટીમ વચ્ચે બેઠક શરૂ થઈ હતી.જેમાં કોરોનાની સારવાર કરી રહેલા લોકોની મુશ્કેલી અંગે ચર્ચા કરવામાં આવી હતી.આ ઉપરાંત સુરત નવી સિવિલ હોસ્પિટલમાં જે ખામીઓ છે.તેને નિવારવા માટે સૂચન કરાયા હતા. કોરોનાની સારવાર કરી રહેલા ડૉક્ટર અને નર્સમાં સંક્રમણ વધી રહ્યું છે તે વાત ની પણ નોંધ લેવામાં આવી છે.સુરત માં કોરોના ઝડપથી સ્પ્રેડ થઈ રહ્યો છે ત્યારે તેને તરતજ કાબુમાં લેવાના હાથવગા ઉપાયો માટે ત્વરિત નિર્ણય માટે ચર્ચા વિચારણા થઈ હતી.
કોરોનાના વધતાં સંકટને પગલે કેન્દ્રની ટીમ સુરત આવી પહોંચી છે.કેન્દ્રની ટીમે નવી સિવિલ હોસ્પિટલમાં બેઠક યોજી હતી.જેમાં તબીબ,મેડિકલ એસોસિએશન, આર.એમ.ઓ, ડિન સહિતના અધિકારીઓ સાથે કોરોના મહામારી બાબતે ચર્ચા કરવામાં આવી.બેઠક બાદ કન્ટેઇન્મેન્ટ ઝોનની મુલાકાત લેવામાં આવી હતી.સુરતમાં કોરોનાના કારણે 400થી વધુ મૃત્યુ થવા ઉપરાંત પોઝિટિવ કેસ 7900 ઉપર થઈ ગયા છે.સુરતની સ્થિતિ ગંભીર બનતા કેન્દ્રના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓની ટીમ સુરત આવી પહોંચી છે.
કેન્દ્રના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓની ટીમ સુરત
સુરતની કૉવિડ હોસ્પિટલમાં કામ કરતા મુખ્ય તબીબો અને કેન્દ્રીય ટીમ વચ્ચે બેઠક શરૂ થઈ હતી. જેમાં કોરોનાની સારવાર કરી રહેલા લોકોની મુશ્કેલી અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત સુરત નવી સિવિલ હોસ્પિટલમાં જે ખામીઓ છે.તેને નિવારવા માટે સૂચન કરાયા હતા.કોરોનાની સારવાર કરી રહેલા ડૉક્ટર અને નર્સ માં સંક્રમણ વધી રહ્યું છે. તેની પણ ફરિયાદ કરી હતી.કૉવિડ હોસ્પિટલની મુલાકાત બાદ સ્થાનિક અધિકારીઓ સાથે કેન્દ્રની ટીમ કોરોના પોઝિટિવ કેસ વધુ છે. તેવા અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરશે.