– મહાનગરપાલિકા દ્વારા આઠેય ઝોનમાં કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યાં છે
સુરત : સુરત શહેરની અંદર ગૌરી વિસર્જન નિમિત્તે ગણપતિ બાપાને વિદાય આપવામાં આવી રહી છે.સુરતના અલગ-અલગ વિસ્તારોમાં સવારથી જ ગણેશ વિસર્જનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.સુરત શહેરના આઠે આઠ ઝોનની અંદર કુત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે.જ્યાં ભક્તિભાવ અને અગલે બરસ જલ્દી આનાના નાદ સાથે ગણપતિજીનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે.
પાલિકા દ્વારા તમામ કૃત્રિમ તળાવો પર ઉપર ફાયર જવાનોનો ગોઠવી દેવામાં આવ્યા છે. જેથી કરીને વિસર્જન દરમિયાન કોઈપણ પ્રકારે અન્ય મુશ્કેલીઓ ઊભી ન થાય. સવારથી જ અલગ-અલગ વિસ્તારોની અંદર દુંદાળા દેવ ગણેશજીની વિસર્જનની પ્રક્રિયા શરૂ થઇ હતી. ભાવ-ભક્તિથી સ્થાપના કર્યા બાદ આજે ભક્તોએ પૂજા અર્ચના કરીને બાપાને રંગેચંગે વિદાય આપી હતી.
શ્રી ગણેશ ઉત્સવ નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ ઝોનમાં પ્રતિમાના વિસર્જન માટે કુત્રિમ તળાવ બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.આ ધાર્મિક ઉત્સવમાં દોઢ દિવસે વિસર્જન અને ગૌરી વિસર્જન નો પણ મહિમા હોય છે.જેથી સુરત મહાનગરપાલિકા તંત્ર દ્વારા આવા દિવસો માટે આઠ સ્થળોએ કુત્રિમ તળાવ તૈયાર રાખવામાં આવ્યાં છે.
કૃત્રિમ તળાવના સરનામાં
– ડુમસ, કાંડી ફળિયા
– ડક્કા ઓવારા,ગાંધી બાગ પાસે
– જૂની સબ જેલ પ્લોટ માં રીંગ રોડ
– પાલ RTO પાસે
– સરથાણા V. T. સર્કલ નજીક
– સિંગણપોર કોઝ વે નજીક
– નવાગામ ડિંડોલી CNG પમ્પ થી નંદનવન રો હાઉસ જતા રોડ પર.
– સચિન સુડા સેક્ટર પ્લોટ નં. ૩, શ્રી હરી કોમ્પલેક્ષ સામે.