લૉકડાઉનના ચોથા તબક્કા દરમિયાન રાજ્ય સરકારે આપેલી છૂટછાટ બાદ નોન કન્ટેનમેન્ટ ઝોનમાં ધંધા – વેપાર શરૂ કરવા અંગેની પરવાનગી આપવામાં આવી છે.સુરતનો હીરા ઉદ્યોગ સંપૂર્ણ રીતે હાલ ધમધમતો થાય તેવી કોઈ આશા હાલ દેખાઈ રહી નથી.કોરોનાવાયરસને કારણે સુરતના 70 ટકા રત્ન કલાકારો પોતાના વતન તરફ વળી જતા માંડ માંડ 3 ટકા હીરાના મોટા ઉદ્યોગ શરૂ થયા હોવાની જાણકારી સુરત ડાયમંડ એસોસિયેશનના પ્રમુખે આપી છે.મુંબઈનું હીરા ઉદ્યોગ પણ હાલ બંધ સ્થિતિમાં હોવાના કારણે સુરતના હીરા ઉદ્યોગ દ્વારા ડાયમંડ એસોસિયેશનને કરેલી રજૂઆત બાદ રત્ન કલાકારોના હિતમાં નિર્ણય લઈ ઉદ્યોગોને પાંચ થી છ કલાક ચાલુ રાખવા સુચમાં આપવામાં આવી છે.
જો કે સુરતનો હીરા ઉદ્યોગનો કેટલોક ભાગ કન્ટેનમેન્ટ ઝોનમાં આવતા તે શરૂ થઈ શક્યા નથી.માત્ર નોન કન્ટેનમેન્ટ ઝોનમાં આવતા જ હીરા ઉદ્યોગો હાલ શરૂ થઈ રહ્યા છે. સુરતમાં નાના-મોટા મળી કુલ 5 હજારથી વધુ હીરા ઉદ્યોગો આવેલ છે.પરંતું 70 ટકા રત્ન કલાકારો હાલ લૉકડાઉનના કારણે પોતાના વતન તરફ વળી જતા હીરા ઉદ્યોગ સંપૂર્ણ શરૂ થઈ શક્યા નથી. જેમાં માત્ર બે થી ત્રણ ટકા જ મોટા હીરા ઉદ્યોગો શરૂ થયા છે.


