By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરતમાં જાહેરમાં ટપોરીગીરી કરતા ટપોરી રામુ ઉર્ફે રાહુલ બાડો અને રોફ જમાવનાર યુવતીની પોલીસે ધરપકડ કરી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં જાહેરમાં ટપોરીગીરી કરતા ટપોરી રામુ ઉર્ફે રાહુલ બાડો અને રોફ જમાવનાર યુવતીની પોલીસે ધરપકડ કરી
GeneralSurat

સુરતમાં જાહેરમાં ટપોરીગીરી કરતા ટપોરી રામુ ઉર્ફે રાહુલ બાડો અને રોફ જમાવનાર યુવતીની પોલીસે ધરપકડ કરી

HM News
Last updated: 31/01/2023 2:34 PM
HM News
2 years ago
Share
SHARE

સુરત,તા.31 જાન્યુઆરી 2023,મંગળવાર : સુરતના કાપોદ્રા વિસ્તારમાં જાહેર રોડ પર ચપ્પુ લઈને મારામારી કરતી એક યુવતીનો વીડિયો વાઇરલ થયો હતો આ મામલે કાપોદ્રા પોલીસે તપાસ કરી યુવતી અને તેના સાગરિતની ધરપકડ કરી છે.પોલીસ તપાસમાં યુવતી વિરુદ્ધ દમણમાં હત્યાના પ્રયાસનો જયારે તેના સાગરિત સામે પુણા પોલીસ મથકમાં મારામારી અને દમણમાં હત્યાના પ્રયાસના ગુનામાં વોન્ટેડ હોવાનું બહાર આવ્યું હતું.

સુરતના કપોદ્રા પોલીસ મથકની હદમાં એક યુવતીનો વીડિયો વાઇરલ થયો હતો.આ વીડિયોમાં યુવતી જાહેરમાં ચપ્પુ જેવા હથીયાર સાથે રોફ જમાવતી હોવાનું જાણવા મળ્યું હતું. વીડિયો વાઇરલ થતા કાપોદ્રા પોલીસની ટીમ હરકતમાં આવી હતી અને સમગ્ર મામલે કાપોદ્રા પોલીસે તપાસ શરુ કરી હતી.

પોલીસ તપાસમાં આ વીડિયો કાપોદ્રા પુણાગામ સ્થિત નાલંદા સ્કુલના ગેટ પાસેનો હોવાનું બહાર આવ્યું હતું અને વીડિયોમાં દેખાતી યુવતી ભાવનાબેન ઉર્ફે ભાવિકા અનીલભાઈ વાળા હોવાનું બહાર આવ્યું હતું.જેથી કાપોદ્રા પોલીસે તપાસ કરી આ યુવતી અને તેના સાગરિત રાહુલ ઉર્ફે રામુ ઉર્ફે રામલો બાડો સુરેશભાઈ પરમારની ધરપકડ કરી હતી.પોલીસે તેની પાસેથી કટાર જેવું ચપ્પુ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ તપાસમાં યુવતી વિરુદ્ધ દમણમાં હત્યાના પ્રયાસનો જયારે તેના સાગરિત સામે પુણા પોલીસ મથકમાં મારામારી અને દમણમાં હત્યાના પ્રયાસના ગુનામાં વોન્ટેડ હોવાનું બહાર આવ્યું હતું.આરોપીઓ ગત 26 જાન્યુઆરી 2023ના રોજ દમણ ખાતે તેના બે મિત્રો સાથે ગયા હતા અને તે વખતે રોડ પર ફોરવ્હીલ ચાલક સાથે ઝઘડો થતા રોડ પર આવેલા હોટેલના માલિક સાથે મારામારી કરી છરાથી હુમલો કરી નાસી છૂટ્યા હતા અને તે મામલે દમણમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

વધુમાં ઝડપાયેલો આરોપી રાહુલ ઉર્ફે રામુ બાડો રીઢો ગુનેગાર છે અને તેની સામે વરાછા,કાપોદ્રા,પુણા,ડુમ્મસ,અમરોલી પોલીસ મથક મળી કુલ 6 ગુના ભૂતકાળમાં નોંધાયેલા છે.

એસીપી વીઆર પટેલે એ જાણાવ્યું હતું કે યુવતીનો વીડિયો વાયરલ થયો હતો અને આ મામલે તપાસ કરી યુવતી અને તેના સાગરિતની ધરપકડ કરી છે.આરોપીઓ દમણ ખાતે હત્યાના પ્રયાસના ગુનામાં વોન્ટેડ છે તે અંગે દમણ પોલીસને જાણ કરવામાં આવી છે.

થાણેના હોટેલિયર પાસેથી 20 લાખની લાંચ સ્વિકારતા વરિષ્ઠ સેલ્સ ટેક્સ ઓફિસરની ધરપકડ
કોરોના તાંડવ : એક ઇમરજન્સી રૂમમાં 40 મિનિટમાં જ થયા અનેક લોકોનાં મોત
બોમ્બે માર્કેટ પાસે પાલિકાના દબાણ ડેપોમાં મોડી રાત્રે આગ,80થી વધુ લારી ખાખ
MP: ‘2023ની ચૂંટણી કોંગ્રેસની અંતિમ ચૂંટણી…’, કોંગ્રેસના દિગ્ગજ નેતાનો વીડિયો વાયરલ
અંબાજીના મોહનથાળની જગ્યા કોઇ પ્રાઇવેટ કંપનીમાં બનતી ચીકી ન લઇ શકે – કોંગી ધારાસભ્ય ગેનીબેન ઠાકોર
Share This Article
Facebook Email Print
Previous Article સુરતીઓ ઉપર 300 કરોડનો વેરો ઝીકાતા કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસ્લમ સાયકલવાળાએ વિરોધ નોંધાવ્યો
Next Article સુરતમાં હત્યા કરી ભાગતા ફરતા આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઓડિસાથી ઝડપયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up