સુરતમાં ટ્રકની અંદર કચરાની આડમાં લવાતો વિદેશી દારુ ઝડપાયો, ડ્રાઈવરની ધરપકડ

HM News
2 Min Read

સુરત,તા.19 જાન્યુઆરી 2023,ગુરૂવાર : સુરત પોલીસે ટ્રકમાં કચરાની આડમાં સંતાડીને શહેરમાં લાવવામાં આવતા વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.પોલીસે રૂ. 1.76 લાખના દારુ તેમજ ટ્રક મળીને કુલ 11.83 લાખનો મુદ્દામાલ કબજે કરીને દારૂ મંગાવનાર અને મોકલનાર ઈસમોને વોન્ટેડ જાહેર કર્યાં છે.

સુરત પોલીસને બાતમી મળી હતી કે, સેલવાસ ખાતેથી લીકર માફિયાઓ દ્વારા એખ ટ્રકમાં મોટાપાયે દારુનો જથ્થો મોકલવામાં આવ્યો છે.આ ટ્રક નવસારી-સચિન હાઈવેથી સુરત શહેરમાં પ્રવેશવાનો છે.આ બાતમીના આધારે SOG-PCBની ટીમે વોચ ગોઠવી બાતમી વાલી ટ્રકને અટકાવીને તપાસ કરી હતી.જેમાં ટ્રકની અંદર પ્લાસ્ટિક રબરના કચરાની ગુણોની અંદર સંતાડવામાં આવેલો દારુ મળી આવ્યો હતો.આથી પોલીસ સચિન સ્લમ બોર્ડ વિસ્તારમાં રહેતા ટ્રક ડ્રાઈવર પુષ્પેન્દ્ર રાજપૂતની ધરપકડ કરી હતી.જ્યારે દારૂ,ટ્રક અને મોબાઈલ મળી કુલ 11.83 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસ પૂછપરછમાં ટ્રક ડ્રાઈવરે કબૂલ ક્યું હતું કે, સેલવાસ ખાતેથી આરોપીઓએ દારુનો જથ્થો ભરાવી આવ્યો હતો.જો કે રસ્તામાં પોલીસ ચેકિંગમાં પકડાઈ જવાથી બચવા માટે પ્લાસ્ટિક રબરના કચરાની ગુણોની અંદર દારૂની પેટીઓ સંતાડી તેને ડિલિવરી કરવા માટે પોતે સુરત આવ્યો હતો.પોલીસે ઝડપાયેલા ટ્રક ડ્રાઈવરની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે સેલવાસ ખાતેથી આરોપીઓએ દારૂનો જત્થો ભરાવી આપ્યો હતો પરંતુ રસ્તામાં પોલીસ ચેકિંગમાં પોતે પકડાઈ ન જાય તે માટે પ્લાસ્ટિક રબરના કચરાની ગુણોની અંદર દારૂની પેટીઓ સંતાડી તેની ડીલવરી કરવા માટે સુરત આવ્યો હતો.

હાલ તો સચિન પોલીસે દારુનો જથ્થો આપનાર અને મંગાવનાર ઈસમોને વોન્ટેડ જાહેર કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *