[weather_data]
Breaking News
TRENDING NEWS

સુરતમાં ડોક્ટર તરીકે પ્રેક્ટીસ કરતો બોગસ તબીબ ઝડપાયો

[updated_date] [post_views]

Table of Content

સુરત, 1 માર્ચ 2023 બુધવાર : સુરતના દસ્તાન ગામેથી મેડીકલ સ્ટોરની આડમાં ડોક્ટર તરીકે પ્રેક્ટીસ કરતા એક બોગસ ડોક્ટરને પલસાણા મેડીકલ ટીમ અને પોલીસે સંયુક્ત રીતે દરોડો પાડી ઝડપી પાડ્યો હતો.પોલીસે રેડ કરી વિવિધ દવાઓ તથા દવાખાનાને લગત મેડીકલ સાધન સામગ્રી મળી કુલ 33 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો.

ગંગાધરા મેડીકલ ઓફિસરને માહિતી મળી હતી કે દસ્તાન ગામની સીમમાં આવેલા ગોલ્ડન પોઈન્ટ બિલ્ડીંગમાં આવેલી રાજાજી ફાર્મસી નામના મેડીકલ સ્ટોરના માલિક પોતાના મેડીકલ સ્ટોરની આડમાં ડોક્ટર તરીકે પ્રેક્ટીસ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો છે. માહિતીના આધારે પલસાણા પોલીસની ટીમ સાથે મેડીકલ સ્ટોરમાં રેડ કરવામાં આવી હતી.

પોલીસે અહીંથી શીશપાલ સિહ મહિપાલ સિંગ (ઉ.31)ની ધરપકડ કરી હતી.તેમજ ત્યાંથી વિવિધ દવાઓ તથા દવાખાનાને લગત મેડીકલ સાધન સામગ્રી મળી કુલ 33 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો.આ સમગ્ર મામલે પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles