By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરતમાં તૈયાર થયેલા ઓમ નમઃ શિવાય નામના હીરાએ સર્જ્યો વિશ્વ રેકોર્ડ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં તૈયાર થયેલા ઓમ નમઃ શિવાય નામના હીરાએ સર્જ્યો વિશ્વ રેકોર્ડ
GeneralSurat

સુરતમાં તૈયાર થયેલા ઓમ નમઃ શિવાય નામના હીરાએ સર્જ્યો વિશ્વ રેકોર્ડ

HM News
Last updated: 06/06/2022 10:27 AM
HM News
3 years ago
Share
SHARE

સુરત : સુરત સ્થિત ગ્રીનલેબ ડાયમન્ડ્સ JCK લાસ વેગાસ શોમાં તેના ત્રણ યુનિક લેબ-ગ્રોન ડાયમંડ્સ ‘ઓમ નમઃ શિવાય’નું પ્રદર્શન કરશે.આજની મોડર્ન દુનિયાને અનુરૂપ લક્ઝુરીયસ ફેશનને અફોર્ડેબલ તેમજ હીરો હર એકને માટે બનાવવાના તેના વિઝન સાથે,સુરત સ્થિત ગ્રીનલેબ ડાયમંડ્સ તેના લેટેસ્ટ ક્લેક્શન ઓમ નમઃ શિવાયની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે,જે અદ્યતન સૌર્ય ઉર્જા નિર્ભિત માનવ સંચાલિત લેબોરેટરીમાં બનાવવામાં આવેલા ત્રણ અત્યંત યુનિક ડાયમંડ્સનો એક સમૂહ છે જે ગ્રીનલેબની ઉચ્ચતમ કુશળતા અને આધુનિક ટેક્નોલોજીનું પ્રદર્શન કરે છે.

આ ત્રણેયમાંથી પ્રત્યેક ડાયમંડ્સ એ ગ્રીનલેબ ડાયમંડ્સની વિશ્વમાં સર્વોચ્ચ ગુણવત્તાના ડાયમંડ્સ બનાવવાની સતત પ્રતિબદ્ધતા અને પ્રયોગશાળામાં બનાવવામાં આવેલી ડાયમંડ ટેક્નોલોજીની પ્રગતિનું પરિણામ છે.લેબમાં તૈયાર કરવામાં આવેલા ડાયમંડ્સ તમામ માટે છે.ગ્રીનલેબ ડાયમન્ડ્સના ભાગીદાર સંકેત પટેલ કહે છે કે અમે વધુ ઉત્કૃષ્ઠ ડાયમંડ્સની ખેતી કરવામાં અને ટકાઉ અને વાજબી લક્ઝુરીયસમાં વિશ્વાસ રાખીએ છીએ જે લોકો અને પૃથ્વીનું પોષણ કરે છે.

પોતાની કુશળતા અને એડવાન્સ્ડ ટેકનોલોજીનો ઉપયોગ કરીને,ગ્રીનલેબ ડાયમંડ્સે 27.27 કેરેટનો માર્ક્વિઝ સ્ટેપ – કટ ડાયમંડ્સ ‘ઓમ’ બનાવ્યો છે, જે તેને વિશ્વનો સૌથી મોટો પ્રયોગશાળામાં બનાવવામાં આવેલો પોલિશ્ડ ડાયમંડ બનાવે છે.
બીજા ચમકદાર ડાયમંડ્સનું નામ ‘નમઃ’ છે, એક પિઅર રોઝ-કટ 15.16-કેરેટ ડાયમંડ્સ જે સુંદર રીતે પોલિશ કરવામાં આવ્યો છે, જે દર્શકોને તેની સુંદરતા બતાવે છે.એકસાથે, ઓમ અને નમઃ એ વિશ્વના સૌથી મોટા પ્રયોગશાળામાં બનાવવામાં આવેલા પોલિશ્ડ ડાયમંડ્સ છે જેમાં કોઇપણ પ્રકારનો કુત્રિમ રંગ ટ્રીટમેન્ટ કરવામાં આવ્યો નથી.

ત્રીજા ડાયમંડનું નામ ‘શિવાય’ છે, તે 20.24-કેરેટનો માસ્ટરપીસ છે જે વશીકરણ અને સુંદરતા દર્શાવે છે.આ નીલમણિ કટ ડાયમંડને દર્શકોને વધુર સુંદરતા માટે સંપૂર્ણ રીતે આકાર આપવામાં આવ્યો છે અને તે કોઈના પણ હાથ પર આકર્ષણ ઉમેરી શકે છે.

તેમણે ઉમેર્યુ કે, “અમે લાસ વેગાસમાં JCK શોમાં વિશ્વ સમક્ષ ત્રણ હીરાનું પ્રદર્શન કરીશું.ક્લેક્શન બૂથ નંબર 8131 LABON LLC પર પ્રદર્શિત કરવામાં આવશે.અમારી કલાકારીગરી જ અમારા ક્રીયેશનને આ ઇન્ડસ્ટ્રી માં વિભિન્ન પાડે છે.અમે ઉદ્યોગજગતના સભ્યોને આવવા અને ચમકતા ડાયમંડના સાક્ષી બનવા આમંત્રણ આપીએ છીએ.”

મૃત્યુ નથી પામ્યો 39 પત્નીઓ અને 90થી વધારે બાળકોવાળો શખ્સ ઝિયોના, પરિવારે કર્યો દાવો
કૃષિ રાજ્યમંત્રી મુકેશ પટેલ હસ્તક L&T હજીરા મેન્યુફેક્ચરીંગ કોમ્પલેક્ષનું નવું નામકરણ કરાયું
હોલસેલ ભાવ આધારીત ફુગાવાનો દર 1 ટકા, ચાર મહિનાના તળિયે
પાડોશી દેશમાં પેટ્રોલમાં રૂ. 50, ડીઝલમાં રૂ. 75નો વધારો, ભારતમાં પણ થઈ શકે છે ભાવવધારો
નકસલવાદીઓએ મ.પ્ર.માં મજૂરોને માર્યા, છત્તીસગઢમાં કન્સ્ટ્રકશન મશીનોને આગ ચાંપી
Share This Article
Facebook Email Print
Previous Article ભાજપ સર્વધર્મ સમભાવને માને છે, કોઈ પણ ધર્મનુ અપમાન સ્વીકાર્ય નથી – નૂપુર શર્માની ટિપ્પણી મુદ્દે વિવાદ વચ્ચે BJPનુ નિવેદન
Next Article ટેક્સટાઇલ કમિશનર દ્વારા આયોજિત બે દિવસીય જુદા જુદા TUF ના પ્રશ્નોનુ નિરાકરણ માટે મંત્રા ખાતે સફળ આયોજન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up