સુરત, તા.18 મે 2021 : સુરતમાં તૌકતે વાવાઝોડાને કારણે ભારે પવન ફૂંકાતા સંખ્યાબંધ વૃક્ષો અને હોર્ડિંગ્સ પડી ગયા છે.સુરત ડુમ્મસ રોડ પર એક ઘટાદાર વૃક્ષ ચાલતી કાર પણ તૂટી પડયું હતું.આ ઉપરાંત ચોક બજારમાં એક રિક્ષા ઉપર પણ વૃક્ષ પડ્યું હતું. જોકે બન્ને બનાવમાં ચાલકનો આબાદ બચાવ થયો હતો.તો બીજી તરફ ડુમસ ખાતે દરિયાકિનારે આવેલ લારીઓ ઉંધી વળી ગઇ હતી.
બીજી તરફ વેસુમાં વિવિધ ગેમ ઝોનના પતરાવ અને શેડ ઉડી ગયા હતા.સુરતમાં ટાઉતે વાવઝોડાને પગલે ગઈકાલે સાંજથી વરસાદ સાથે પવન પવન ફૂંકાયો હતો.શહેરમાં અલગ અલગ જગ્યાએ વૃક્ષો ધરાશાઈ થઈ ગયા હતા.સુરત મનપા દ્વારા તાત્કાલિક આ ઝાડો રસ્તાઓ પરથી હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.બીજી તરફ સુરતમાં પાંડેસરા વિસ્તારમાં સરકારી સ્કૂલની દીવાલ પણ તોકતે વાવાઝોડુંને કારણે ધરાશાઈ થઈ છે.જેના કારણે તંત્ર વહેલી સવારથી જ કામે લાગ્યું છે.


